રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય લેખ
Written By વાર્તા|

આંધળા બનતા બચાવશે ઓમેગા-3 એસિડ

વાંશિગટન (એએનઆઈ) તાજેતરમાં જ થયેલી એક શોધથી આ હકીકતની જાણ થઈ છે કે ઓમેગા-3 નામની પૉલેઅંસૈચુરેટેડ એસિડના ખાવાથી રેટિનાની રક્ષા થાય છે, જેનાથી આંધળા બનવાની શંકા મોટાભાગે ઓછી થાય છે.

બોસ્ટનના ચિલ્ડ્રન હોસ્પિટલના શોધકર્તાઓ દ્વારા કરવામાં આવેલા એક સ્રર્વેક્ષણમાં આ હકીકત બહાર આવી છે., જેને ‘નેચ’ નામની પત્રિકામાં પ્રકાશિત કરી છે.

શોધકર્તા પૉલ એ સીવિંગના મુજબ ‘અમારી આ શોધથી ઓમેગા-3 નામના એક ફૈટી પદાર્થથી આઁખ સાથે સંકળાયેલી બીમારિયોના ઈલાજની શોધ કરવામાં આવી છે.આ સાથે જ આ શોધથી અમને આઁખ સાથે સંકળાયેલ ગતિવિધિયો અને તેની સાથે જોડાયેલા રોગોના સારવારની વિધીને સમજવામાં ખૂબ મદદ મળે છે.'

પૉલે એ પણ માન્યું કે તેમની આ શોધથી આ એસિડના સકારાત્મક પ્રભાવો અંગે જાણ થઈ છે, પણ હજું તેના ઉપયોગ પર આનાથી વધું અધ્યયન કરવાની જરૂર છે.સાથે જ તેમણે આ એસિડની મદદથી આંધળાપણાની ઓછી કિમંતમાં સારવાર કરવાની પધ્ધતિને ત્વરિત અમલમાં લાવવાની પણ આશા જગાવી છે.