કાળજામાં બળતરા થવી તે સામાન્ય સમસ્યા છે. ભોજનમાં અતિ થવી, વધારે પડતી ચા પીવી તેમજ અજીર્ણ થવાની સ્થિતિમાં આવુ થાય છે. વારંવાર કાળજામાં બળતરા થાય તો સમજો કે ભોજન નળી સરખી નથી તેમાં પીત્તાશયમાંથી એસિડ આવી રહ્યો છે.
હકીકતમાં આપણી ખાવાની નળી અને પિત્તાશયની વચ્ચે પેશીનો એક વાલ્વ હોય છે જે સામાન્ય રીતે વસ્તુઓને ખાવાની નળીથી પિત્તાશય તરફ જ જવા દે છે. ત્યાંથી પસાર થઈને જ ખાવામાં આવેલી વસ્તુઓ પિત્તાશય સુધી પહોચે છે.
આ વોલ્વ તેમને ફરીથી પાછી ખાવાની નળીમાં નથી ફરવા દેતો પરંતુ ઘણી વખત અમુક વસ્તુઓ આ વોલ્વમાં ગડબડી ઉત્પન્ન કરી શકે છે જેનાથી અમાશયમાં બનેલ અમ્લ ખાવાની નળીમાં જવા લાગે છે.
બળતરાને રોકવા માટે જરૂરી છે કે તમે તળેલી વસાદાર વસ્તુઓ ન ખાવ. ભોજન પણ યોગ્ય માત્રામાં જ કરો. રાત્રે સુતી વખતે બળતરા થતી હોય તો પલંગના માથાના ભાગને ચારથી પાંચ ઈંચ જેટલો ઉંચો કરી દો જેથી કરીને શરીરનો ઉપરનો ભાગ ઉપર ઉઠેલ રહે.