શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય લેખ
Written By
Last Updated : શુક્રવાર, 5 સપ્ટેમ્બર 2014 (17:11 IST)

ડિયોડરેંટના ઉપયોગ કરતા પહેલા આટલુ જરૂર વિચારશો.

શોધકર્તાઓને પોતાના અભ્યાસમાં માન્યું છે કે ખુશબુદાર કાસ્મેટિક્સનો ઉપયોગ કરવાથી શરીરમાં એક્ટિનોબેક્ટીરીયા વધારે થઈ જાય છે.

પરસેવાની દુર્ગંધ દૂર કરવા માટે અને તાજગીથી ભરપૂર  રહેવા માટે તમે ડિયોડરેંટ  કે એંટીએસ્પિરેંટનો ઉપયોગ કરો છો ?જો એવું છે તો તમે પોતે તમારી માટે મુશ્કેલીઓ વધારો  છો.
 
શોધકર્તાઓએ એક મહીના સુધી પ્રતિભાગીઓ પર પરીક્ષણ કરીને દાવો કર્યો છે. તેને પ્રતિભાગીઓને એક મહીના સુધી સતત ડિયોડોરેંટનો ઉપયોગ કરવા કહ્યું. 
 
આ દરમ્યાન તેને તેના અંડરઆર્મસથી નિકળતાં પરસેવાનું  પરીક્ષણ કર્યુ. પરફ્યુમનો  ઉપયોગ બંદ કરવાના  થોડા અઠવાડિયા પછી તે પ્રતિભાગીઓનુ  ફરીથી પરીક્ષણ કર્યુ. . 
 
તેમને જોયુ કે  ડિયોડોરેંટના ઉપયોગ બંદ કરવાથી પ્રતિભાગીઓના પરસેવામાં એક્ટિનોબેક્ટીરીયા ઓછા થઈ ગયાં. 
 
આ વિશે મુખ્ય શોધકર્તાનું માનવુ  છે કે આપણે  આજે પરસેવાની દુર્ગંધ મટાડવા માટે જે પ્રસાધનોનો પ્રયોગ કરીએ છીએ  તે ખરેખરમાં એક્ટિનોબેક્ટીરીયા ઓછા નહી કરી શકતા. 
 
તેમનો માનવું છે કે ડિયોડરેંટ પરસેવાની દુર્ગંધ ખત્મ નહી કરતાં પણ એ ખુશબું આગળ દુર્ગંધ દબાઈ જાય છે.