જ્યારે આપણે કોઈ ઠંડુ પીણુ પીતા હોય અને એકદમ દાંત દુ:ખવા માંડે ત્યારે આપણને પ્રશ્ન થાય છે કે દાંતમા તો એવુ શુ હોય છે કે તેને ઠંડુ પાણી સહન નથી થતુ. દાંતના અંદરના સંવેદનશીલ ભાગોની રક્ષા માટે સૌથી ઉપર એક પરત હોય છે. જેને એનેમલ કહેવામાં આવે છે. પરંતુ અમારી વિવિધ ખરાબ આદતોને કારણે આ પરત પાતળી થઈ જાય છે. એનેમલની અંદરની પરતને ડેંટીન કહેવાય છે. ડેંટીન સુધી તો ઠીક છે,પરંતુ જ્યારે ડેંટીનની પરત ઘસાય જાય છે તો પલ્પ આવી જાય છે જેની અંદર નર્વ(તંત્રિકા)હોય છે. જ્યારે ડેંટીનનુ આવરણ પણ ઘસાઈને નાશ પામે છે ત્યાર પછી નર્વ પાણીના સંપર્કમાં આવતા તેમા દુ:ખાવો થવા માંડે છે.
કારણો
- એસિડીટી(અમ્લતા)આનુ સૌથી મોટુ કારણ છે. વધુ પડતી એસીડિટી થઈ જવાથી અમ્લ ખાટાપાણીના રૂપમાં મોઢામાં આવતુ રહે છે. કેલ્શિયમથી બનેલ દાંતની પરત એનેમલ અમ્લના સંપર્કમાં આવવાથી ઓગળવા માંડે છે. ખાવા-પીવાની ખરાબ આદતો અને વધતા તણાવને કારણે એસિડીટિ વધતી જાય છે, સાથે જ દાંતની સમસ્યા પણ.
- કોલ્ડ ડ્રિંક્સ પણ આ સમસ્યાને કારણે બનેલી રહે છે. કોલ્ડ ડ્રિંક્સ(બધા એયરેટેડ ડ્રિંક્સ)માં પણ અમ્લ હોય છે. તે પણ એનેમલને એસિડીટીની જેમ જ નુકશાન પહોંચાડે છે. આજકાલ નાના બાળકોમાં પણ આ સમસ્યા જોવા મળે છે. લીંબુ અને સંતરાનો રસ પણ આ એનેમલને નુકશાન પહોંચાડે છે, પરંતુ એટલુ નહી.
N.D
- સોપારી ખાવાની આદતથી પણ દાંત ઘસાય જાય છે. ઘણા લોકો હોય છે જે દિવસભર સોપારી ખાય છે. જેનાથી એનેમલ ઘસાય જાય છે. અતિ ખાનારા લોકો જ્યારે પાન ખાવાનુ છોડી દે છે ત્યારે તેમના દાંતોમાં ઠંડુ પીવાથી તકલીફ થાય છે. વાત એમ હોય છે કે પાન સાથે સોપારી ખાતા રહેવાથી તેમનુ નર્વ બહાર નીકળી આવે છે. પરંતુ કાથાની પડના પાણીથી નર્વ બચતુ રહે છે. પાન ખાવાનુ છોડતા જ પાણી સીધુ નર્વના સંપર્કમાં આવી જાય છે.
- કેટલાક લોકો ઉંધમાં દાંત કચકચાવે છે. જેનાથી પણ એનેમલને નુકશાન પહોંચે છે. કાયમ ચ્યુંગમ ખાતા રહેવાથી અને પેંસિલ ચાવતા રહેવા જેવી આદતોથી પણ એનેમલને નુકશાન પહોંચે છે.
ઉપાય -
- સૌ પહેલા એનેમલ ઘસાવાના કારણોને બંધ કરવા જરૂરી છે.
- દવાવાળી ટૂથપેસ્ટનો પ્રયોગ કરવાથી 60 ટકા લોકોની આ સમસ્યા દૂર થઈ જાય છે. માઉથવોશથી પણ ફાયદો થાય છે.
- ડેંટીનના બહાર આવી જવાથી ફિલિંગ કરાવવુ જરૂરી બને છે. પરંતુ જ્યારે ડેંટીનની પરતનો પણ નાશ થાય અને નર્વ બહાર આવે તો રૂટ કેનલ નામની સારવાર કરાવવી પડે છે.