રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય લેખ
Written By વેબ દુનિયા|

દૂધ રાખે સ્વસ્થ્ય

W.DW.D

વ્યાયામ પછી શરીરમાં જરૂરી તત્વોની ઉણપને દૂર કરવા માટે ફક્ત એક ગ્લાસ દૂધ જ પૂરતું છે. લોંગબૌરોધ વિશ્વવિધ્યાલયનાં શોધકર્તાઓનું આવું માનવું છે કે જેઓએ દૂધમાં આવેલ સોડીયમ, પોટેશીયમ અને ઘણા બધા તત્વોના આધાર પર આ દાવો કર્યો છે.

આ શોધ દરમિયાન યુવા પુરૂષો અને મહિલાઓના સમૂહોનું નિરિક્ષણ કરવામાં આવ્યું જેઓને ઉષ્ણ તાપમાનવાળા રૂમમાં વધું કસરત કરાવ્યા બાદ દૂધનું સેવન કરાવવામાં આવ્યું હતું.

આ શોધમાં એ પણ જાણવા મળ્યું છે કે પાણી કે પછી અન્ય સ્પોર્ટસ ડ્રીંક્સની જગ્યાએ દૂધનું સેવન વધું લાભદાયક હોય છે જે શરીરને ખુબ જ ઝડપીથી આવશ્યક તત્વો પ્રદાન કરે છે.

આ શોધનું વિસ્તૃત વિવરણ ન્યૂટ્રીશન નામના સ્વાસ્થ્ય મેગેઝીનમાં પ્રકાશિત થયું હતું.