શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય લેખ
Written By નઇ દુનિયા|

ફ્રુટ-વેજીટેબલ જ્યુસ - પીવો એક પ્યાલો સ્વાસ્થ્ય માટે

N.D

ટામેટાનો રસ - ટામેટામાં વિટામીન એ, બી, સી અને સાઈટિક એસિડ, ફોસ્ફોરિક અને મૌલિક એસિડ પણ છે. આનો રસ પીવાથી કબજીયાત દૂર થાય છે. રોગગ્રસ્ત યકૃતને સ્વસ્થ કરે છે અને લોહી શુદ્ધ કરીને ત્વચાને ચમકાવે છે. આ સ્વાસ્થ્ય માટે અમૃત સમાન છે.

ગાજરનો રસ - ગાજરમાં વિટામીન એ વિપુલ પ્રમાણમાં છે ઉપરાંત વિટામીન બી,સી,ડી,ડી, જી અને કે પણ હોય છે. ગાજરનો રસ પીવાથી ભૂખ લાગે છે. પાંચન સંસ્થાન મજબૂત થાય છે. દાંતની જડ મજબૂત બને છે. ગાજરના રસમાં કેલ્શિયમ, સોડિયમ, પોટેશિયમ અને લોહ વગેરે તત્વ હોય છે. ગાજરનો રસ એનીમિયા અને બવાસીર જેવા રોગમાં લાભકારી છે.

સંતરાનો રસ - આમા વિટામીન એ, બી અને સી ત્રણેય છે. વિટામિન સી વધુ પ્રમાણમાં છે. 100 ગ્રામ સંતરાના રસ આખા દિવસની વિટામીન સી ની જરૂરિયાતને પૂરી કરી દે છે. સાઈટ્રિક એસિડ, ફોસ્ફરસ, લોહ, સોડિયમ, કેલ્શિયમ, પોટેશિયમ વગેરે અનેક લાભકારી તત્વો છે. આ પેટમાં જતા જ પચી જાય છે. કબજિયાતનાશક અને આંતરડાંને શુદ્ધ કરે છે. રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે. હાઈબ્લડપ્રેશર, તાવ, શરદી, અનિદ્રા જેવા રોગમાં ફાયદાકારી છે.

મોસંબીનો રસ - આમા શર્કરાની સાથે સસથે સાઈટ્રિક એસિડ અને વિટામીન એ,બી,સી હોય છે. આ બળવર્ધક, રક્તવર્ધક, અને બીમાર લોકો માટે અમૃત સમાન છે. થાક, બેચેની દૂર કરીને સ્ફૂર્તિ અને રોગપ્રતિરોધક શક્તિ પ્રદાન કરે છે. ચામડીના રોગ માટે પણ મોસંબીનો રસ અત્યંત લાભકારી છે.

સફરજનનો રસ - આ રસમાં વિટામીન એ,બી-1, બી-2, બી-3, પી અને સી અને ખનીજ તત્વ વધુ પ્રમાણમાં હોય છે. સવારે ભૂખ્યા પેટે 200 ગ્રામ રસ પીવામાં આવે તો શરીર બધા પ્રકારના વિષોથી મુક્ત થઈ જાય છે. હૃદય રોગ, હાઈ બીપીના રોગીઓને માટે લાભકારી છે. નર્વસ સિસ્ટમને તાણમુક્ત કરવામાં સફરજનુ જે સામર્થ્ય છે એ અન્ય ફળ કે દવામાં નથી.

N.D
પાલકનો રસ - પાલકમાં વિટામીન એ, બી, સી ત્રણેય હોય છે. ખાસ કરીને વિટામિન એ અને લોહ તત્વ વધુ હોય છે. પાલક એક પ્રકારનુ ગ્રીન બ્લ્ડ છે. કબજીયાત દૂર કરવા દાંતો અને મસૂઢોને મજબૂત કરવા અને પાયેરિયા નષ્ટ કરવામાં ગુણકારી અને લાભકારક છે.

ઉપરોક્ત ફળો અને શાકભાજીઓના રસ તમને બીમારીથી મુક્ત કરીને સ્વસ્થ પણ રાખે છે.