શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય લેખ
Written By વેબ દુનિયા|

બાળક જો સમય પહેલા જન્મ્યુ હોય તો!

N.D

હાલના સમયમાં પ્રસવની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.

આવા બાળકોની યોગ્ય સારસંભાળ અને તેમના સંબંધમાં સંપુર્ણ જાણકારી હોવી બાળકની માતા તેમજ અન્ય પરિવારના સભ્યો માટે ખુબ જ જરૂરી છે.

માતાના ગર્ભમાં બાળકનો રહેવાનો સમય સામાન્ય રીતે 9 મહિનાનો છે એટલે કે 280 દિવસનો. આ સમયમર્યાદા બાદ જન્મ લેનાર બાળકને પુર્ણકાલિક પ્રસવ અને તેના પહેલા જન્મ લેનાર બાળકને અકાળ પ્રસવ કહેવામાં આવે છે.

સ્વસ્થ્ય શીશુનુ વજન જ્ન્મ સમયે સાડા ત્રણ કિલો હોવું જોઈએ. સામાન્ય રીતે સાત, આઠ કે નવ મહિના દરમિયાન જન્મેલા બાળકનું સરેરાશ વજન દોઢ, બે કે અઢી કિલો હોય છે. આ જ રીતે પુર્ણ વિકસીત બાળકની લંબાઈ લગભગ વીસ ઈંચ હોવી જોઈએ. આમાં ઓછી લંબાઈ અર્ધવિકસીત અવસ્થા માનવામાં આવે છે.

અવિકસીત બાળકનું માથુ બાકીના શરીરને જોતા મોટુ હોય છે. બાળકના હાડકા બહાર નીકળેલા દેખાઈ દે છે. શરીર પર કરચલીઓ હોય છે. ત્વચા થોડીક લાલ દેખાઈ દે છે. ત્વચા પર ગર્ભકાલીન રોમ મળી આવે છે. આવા બાળકો સુસ્ત પડી રહે છે અને તેમનો અવાજ પણ તીક્ષ્ણ હોય છે. સ્ત્નપાન કરાવ્યા બાદ તેમનું શરીર ફીકુ પડી જાય છે અને તેમના શરીરનું તાપમાન સામાન્ય રીતે ઓછુ રહે છે. ક્યારેક-ક્યારેક શ્વાસ પણ રોકાઈ રોકાઈને આવે છે જેના દ્વારા બાળક ફીકુ પડી જાય છે આને સાયલોસિસ કહે છે.

હૃદય અપેક્ષા કરતાં વધારે મોટુ હોય છે પરંતુ કોઈ બાળકની અંદર તેની ક્રિયા ધીમી હોય છે. રક્તકણ અને હીમોગ્લોબીનની માત્રા વધારે જોવા મળે છે. લોહીની અંદર અપુષ્ટ કોશિકાઓની હાજરી તેમજ તેમની તુટ-ફુટથી બાળકને એનિમિયા થઈ જાય છે. ક્યારેક ક્યારેક પીડીયો પણ થઈ જાય છે જે સામાન્ય રીતે ગંભીર સ્વરૂપ ધારણ કરી લે છે.

અવિકસીત બાળકનું લીવર મોટુ હોય છે પરંતુ તેની પ્રક્રિયા ધીમી હોય છે. તેના લીધે બિલિરૂબીનનું ઉત્સર્જન સારી રીતે ન થવાને લીધે પીડીયો થઈ જાય છે. જન્મના થોડાક દિવસ બાદ સુધી દ્રવ્ય પદાર્થ ઓછા લેવાને લીધે મૂત્ર ઓછુ ઉતરે છે તેમજ મૂત્રની એબ્લૂમિન મળી આવે છે. અવિકસીત બાળકની અંદર બૌદ્ધિક ક્ષમતાની ઉણપ તેમજ માનસિક વિકાસ ઓછો થવાનો ભય રહે છે.

અવિકસીત બાળકના જીવીત રહેવા પર તેમજ તેના સ્વાસ્થ્યમાં સુધાર થવાની શક્યતા સામન્ય રીતે નીચેના લક્ષણો પર આધાર રાખે છે-

1. શિશુનુ તાપમાન સ્થાયી રહેવું જોઈએ.
2. દૂધ પીવાની યોગ્ય શક્રિ હોવી જોઈએ.
3. દરરોજ શિશુના સ્વાસ્થ્યમાં સુધાર થવો જોઈએ.
4. બાળકનું વજન અને આકાર એકસરખો હોવો જોઈએ.

અવિકસીત બાળકના સ્વાસ્થ્યની રક્ષા માટે નીચે આપેલી સાવધાનીઓ રાખો

બાળક માટે તાપમાન નિયંત્રણ રૂમની સુરક્ષા હોય.
બાળકને નિર્જલીકરણથી બચાવવા માટે રૂમની અંદર અમુક આદ્રતા રાખવી જોઈએ.
બાળકને વરસાદ, તડકો તેમજ ઠંડીથી બચાવવું જોઈએ.
બાળકને જ્યાં બધી જ સુવિધાઓ હોય તેવા નર્સિંગ રૂમમાં રાખવું જોઈએ.

અવિકસીત બાળક દ્વારા સ્તનપાનમાં અસમર્થતા જોવા મળે છે. આવી સ્થિતિમાં તેના મોઢામાં નાની ચમચી વડે દૂધ ધીરે-ધીરે જવા દો જેથી કરીને તે શાંતિથી તેને પી શકે. જો બાળકને માનુ દૂધ ન મળી શકતું હોય તો ગાયનું દૂધ જ તેના માટે સર્વોત્તમ છે.