રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય લેખ
Written By કલ્યાણી દેશમુખ|
Last Modified: રવિવાર, 3 જૂન 2007 (10:09 IST)

બાળકોના ખોરાકની કાળજી

- દસ વર્ષથી ઉપરના બાળકોને પ્રતિદિન 1500 કેલરીની જરુર હોય છે તેથી તે પ્રમાણે તેને ખોરાક આપવો જોઈએ.

- બાળકોને નાસ્તામાં હંમેશા ફાસ્ટ ફૂડ ન આપતા તેમને હંમેશા પૌષ્ટિક આહાર આપવો જોઈએ, જેમ કે ગ્રીન સેંડવિચ, ઉપમા, બાફેલા ચણા, ઈંડા, અંકુરિત કઠોળ વગેરે આપવા જોઈએ.

- ઈડલી, ઢોસા કે ખીચડી વગેરે બાળકોને આપતી વખતે તેની ઉપર ખાંડ-ઘી નાખીને લીલા શાકભાજી પણ આપવા જોઈએ.

- બાળકોને ક્યા સમયે તીવ્ર ભૂખ લાગે છે તે સમય નોંધી રાખો. તેવા સમયે બાળકો વઘુમાં વઘુ ખાશે અને ભૂખના કારણે જે વસ્તુ ખાવામાં નખરા કરતા હશે તે પણ ખાઈ લેશે. બાળકોને ભૂખ લાગે ત્યારે તે બિસ્કિટ જેવી કોઈ પણ વસ્તુ ખાઈ લેશે તો તેમની અડઘી ભૂખ મરી જશે. માટે બાળકના ખાવાના સમયનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ.

-બાળકો ખાવામાં નખરા કરતા હોય તો કદી કદી તેમના દોસ્તોને પણ બોલાવી સાથે ખવડાવવુ જોઈએ. બાળકો પોતાના દોસ્તોના કે બીજા બાળકોના દેખાદેખીમાં વધુ ખાતા શીખે છે.

-બાળકોને એકની એક વસ્તુ રોજ નહી આપવી નહિ તો એ બીજી વસ્તુ ખાતા નહિ શીખે અથવા તેને ખાવા પ્રત્યે અરુચિ પેદા થઈ જશે. તેને હંમેશા વેરાયટી આપવી જોઈએ જેથી તે બઘી વસ્તુઓ ખાતા શીખશે.

-એક બે વરસના બાળકો ખાતા નહોય તો તેમને ખુલ્લા વાતાવરણ માં બેસાડી પક્ષી કે બીજા રમતા બાળકો બતાવીને રમત કરતા કરતા ખવડાવવુ જોઈએ.

-બાળકોને જે તે ઋતુના ફળ ખવડાવવા જોઈએ.

-બાળકોને રોજ 200 ગ્રામ જેટલુ દૂઘ જરુર પીવડાવવુ જોઈએ, દૂધ ન પીતા બાળકોને દૂધથી બનેલી કોઈપણ વસ્તુ જેવી કે માખણ, દહીં,છાશ કે પનીર કોઈ પણ રુપે ખવડાવવુ જોઈએ.