શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય લેખ
Written By વેબ દુનિયા|

ભારતીય બિનસુરક્ષિત સેક્સમાં ટોચ પર

N.D
બિન સુરક્ષિત સેક્સના મામલે ભારતીયો ટોચ્પર છે. તાજેતરમાં કરવામાં આવેલ સર્વેમાં આ મુજબનો ધડાકો કરવામાં આવ્યો છે. ઈંટરનેશનલ સર્વેમાં કહેવામાં આવ્યુ છે એક દેશભરમાં સેક્સને દ્રષ્ટિએ સક્રિય 72 ટકા યુવાનોએ કોઈપણ સુરક્ષા વગર નવા પાર્ટનર સાથે સેક્સ માણ્યુ હતુ. ભારતમાં સર્વેમાં ભાગ લેનાર યુવાનો પૈકીના 40 ટકા લોકોએ કહ્યુ હતુ કે તેઓને ગર્ભનિરોધક વિકલ્પોને ઉપયોગ કરવામાં તકલીફ નડી હતી. 36 ટકા ભારતીયોએ કહ્યુ છે કે તેઓ એવા મિત્રો અને પરિવારને જાણે છે જે બિન યોજના મુજબ સગર્ભા વ્યવસ્થાને આમંત્રણ આપે છે.

સર્વેમાં એમ પણ જાણવા મળ્યુ છે કે આશરે એક તૃતિયાંશ લોકોને ગર્ભ નિરોધક સાધનોના ઉપયોગ અંગે યોગ્ય અને પુરતી માહિતી મળી ન હતી. અથવા તો ખોટી માહિતી હાથ લાગી છે.

સર્વેમાં 6000 લોકોને આવરી લેવામાં આવ્યા હતા. ભારતમાં જવાબ આપનાર્ની સંખ્યા 200 હતી. તમામને ચોંકાવે તેવા સર્વેમાં જાણવા મળ્યુ છે કે 208 મિલિયન સગર્ભાવસ્થા પૈકી 41 ટકાનો આંકડો એવો છે જે કેસમાં યોજના વિના પ્રેગનેંસીની સમાસ્યા સર્જાય હતી. દરેક વર્ષે 20પૈકીની એક યુવતી દર વર્ષે સેક્સ મારફતે બેક્ટેરિયા ઈંફેક્શનનો શિકાર થાય છે. ઈંફેક્શન થવાની વય હવે સતત નાની થઈ રહી છે.

બિન સુરક્ષિત સેક્સ બાબતે કોણ ક્યા

દેશ ટકાવારી

ભારત 72

ચીન 50

ઈસ્ટોનિયા 50

કેન્યા 50

કોરિયા 50

નોર્વે 50

થાઈલેંડ 50

ઓસ્ટ્રેલિયા 40

ચિલી 40

કોલંબિયા 40

બ્રિટન 40

મેક્સિકો 40

પોલેંડ 40

સિંગાપુર 40