યોગ અને ઘ્યાનથી બદલાયું સ્વાસ્થ્ય
વાશિંગટન (એએનઆઈ) વૈદિક કાળથી ચાલી રહેલી યોગ અને ઘ્યાનની પધ્ધતિ તમારા પૂરાં વ્યક્તિત્વને બદલી શકવા માટે સક્ષમ છે. તાજેતરમાં પેનિસ્લીલાવિયા વિશ્વવિદ્યાલયના શોધકર્તાઓ દ્વારા કરવામાં આવેલી એક શોધમાં પણ ધ્યાન અને યોગથી વ્યક્તિત્વના વિકાસની વાત માનવામાં આવી છે.આ શોધમાં શોધકર્તાઓએ જાણ્યું છે કે કેવી રીતે ધ્યાન દ્વારા મસ્તિષ્કને ત્રણ ચરણોમાં એકાગ્રચિત્ત કરી શકાય છે. સાથે જ સક્રિય રહીને મસ્તિષ્કને દરેક બિંદુ પર ક્રિયાશીલ બનાવી શકાય છે.આ શોધ દરમિયાન સ્પર્ધકોને એક મહિના સુધી 30 મિનિટ સુધી ધ્યાનની અવસ્થામાં રાખવામાં આવ્યા. એક મહિના પછી તેમના મસ્તિષ્કની ક્રિયાઓને માપવામાં આવી અને તેમની માનસિક ગતિવિધિયોનું નિરીક્ષણ કરવામાં આવ્યું.આ શોધનું પરિણામ એ આવ્યું કે સ્પર્ધકોના મસ્તિષ્ક અને વ્યવહારમાં ધણાં સકારાત્મક પરિણામો સામે આવ્યા.આ શોધનું વિસ્તૃત નિષ્કર્ષ ‘કૉગ્નીટિવ, ઈફેક્ટસ એંડ બિહેવિયરલ ન્યુરોસાયંસ’ નામની પત્રિકામાં પ્રકાશિત થયું છે.