શરીરને નુકશાન કરતાં ફાસ્ટ ફુડ
હવે ફાસ્ટ ફુડ સ્વલ્પાહાર, કેક્સ, પેસ્ટ્રીજ અને ઠંડાપીણા યુવાનોની પ્રથમ પસંદગી બની ગયાં છે. શું તમે ક્યારેય પણ વિચાર્યું છે કે આ ભોજન તમારા શરીર અને સ્વાસ્થ્ય પર શું અસર કરી રહ્યાં છે? કિશોરાવસ્થા અને બાળકોમાં શારીરિક વૃધ્ધિની ઉંમર હોય છે. આ ઉંમરમાં ઉંચાઈ અને વજન વધે છે. હાડકાઓનું પણ સતત વધારો થતો હોય છે. તેથી આ પ્રક્રિયાને લીધે કિશોર વયના છોકરા અને છોકરીઓએ પૌષ્ટિક અને કેલ્શિયમ સંબંધી જરૂરીયાત વધારે હોય છે. આ વર્ષોમાં તથા વયસ્કતાના પ્રારંભિક વર્ષોમાં કૈલ્શિયમનું સેવન જીવનભર માટે હાડકાઓનું સ્વરૂપ નિર્ધારિત કરે છે. નસોનું બંધારણ , લોહીની માત્રા, લોહીના સંઘટતત્વો વગેરે કિશોરા અવસ્થામાં વધે છે અને એટલા માટે પ્રોટીનની જરૂરીયાત પણ વધી જાય છે. જો તમે ડાયેટીંગ કરતાં હશો તો તમારી શરીરની વૃધ્ધિ અટકી જશે. શરીર ઉપરથી તો સારૂ દેખાશે પણ અંદરથી ખોખલું થઈ જશે. તેથી અમે એવું કહેવા માંગીયે છીએ કે જે ઉંમર તમારી ખાવાને હોય તે સમયે ડાયેટીંગ ન કરશો. જો તમારૂ વજન જરૂરત કરતાં વધારે હોય તો વ્યાયામ કરો. ભોજનમાં ચારની જગ્યાએ ત્રણ રોટલી ખાવ. દિવસ દરમિયાન બે વખત જ ભોજન લો. ફાલતુ વસ્તુઓ ન ખાશો. બને તેટલું પાણી પીવો. જંક ફુડ જેવી કોઈ જ વસ્તુ હોતી નથી ખરેખર ભોજનના બે પ્રકાર હોય છે- ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને ન્યૂન ગુણવત્તાયુક્ત પોષક તત્વોવાળો ખોરાક. ખાસ કરીને ભોજનમાં યોગ્ય પ્રમાણમાં કેલેરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, વસા, વિટામીંસ તેમજ ખનીજ હોય છે. તેની અંદર પ્રોટીન પણ હોય છે પરંતુ ફાસ્ટ ફુડમાં રેશા તત્વ અને વિટામીન એ ની કમી હોય છે. તેથી તમારે ભોજનની પસંદગી એ રીતે કરવી જોઈએ કે જેથી કરીને તે દિવસભર માટે સંતુલન પૌષ્ટિકતા આપે.