સેલાઈવા દ્વારા હદયની હાલત જાણી શકાશે
આસ્ટિનના ટેક્સાસ વિશ્વવિદ્યાલયે એક એવું સોફ્ટવેર તૈયાર કર્યું છે કે કોઈનો પણ (લાળ) સેલાઈવાનો નમૂનો હૃદયના હુમલાનું પૂર્વ અનુમાન કરવા માટે પુરતો હશે. નવી નૈનો બાયો ચીપ ટેકનીકની મદદથી આ શક્ય થઈ શકે છે. આ ચિપ બ્રેક ક્રેડિટ કાર્ડ જેટલી મોટી હશે અને 15 જ મિનિટમાં તેનું પરિણામ જણાવી દેશે. આનાથી હૃદયના હુમલાથી પીડિત લોકો જેમાંથી મોટા ભાગની મહિલાઓ હોય છે તેમની ફરિયાદ રહે છે કે તેમને હૃદય રોગના હુમલાના કોઈ પણ લક્ષણોની પહેલાં ખબર નથી પડતી. આ વિશેના સંશોધનના સૂત્રધાર રહેલાં વૈજ્ઞાનિક જોન ટી. મૈકડેવિટ કહે છે કે એક વખત જો કોઈને હૃદયનો હુમલો થાય તો તેની કાર્ડિએક ટિશ્યૂની સ્થાઈ ક્ષતિ થઈ જાય છે. નવી શોધ આ વસ્તુઓની ઘણી હદે ઓછી કરી દેશે. મૈકડેવિટ દાવો કરે છે કે આ શોધને લીધે ઘણાંને રાહત મળશે કેમકે હૃદયના હુમલાની શક્યતાને પહેલાંથી જ જાણી શકાશે. આ ચિપને બનાવતી વખતે કેતકી વિવિએ 56 એવા લોકોની લાળનું પરિક્ષણ કર્યું જેમને હૃદયનો હુમલો થઈ ગયો હતો અને 59 એવા લોકોની લાળનું પણ પરિક્ષણ કર્યું જેઓ હૃદયન હુમલાની બાબતે એકદમ સાજા હતાં. વૈજ્ઞાનિકોએ આ નમુનાઓથી 32 પ્રોટીનની ઓળખાણ કરી જે હૃદયના હુમલા માટે મુખ્ય રીતે કારણભૂત છે. વૈજ્ઞાનિકોને પરિક્ષણ દરમિયાન જાણવા મળ્યું કે જે લોકોની લાળમાં પ્રોટિનની માત્રા વધારે પ્રમાણમાં હોય છે તેમને હૃદયનો હુમલો થવાની શક્યતા વધારે રહે છે. કેટકી ટીમના વૈજ્ઞાનિક ડો. ક્રેગ એસ. મિલરના અનુસાર આ શોધને લીધે અમે તે સરળતાથી જાણી શકીશું કે હૃદયરોગના હુમલાની શક્યતા કઈ વ્યક્તિમાં કેટલી વધું છે. મૈકડેવિટની સાથે આ શોધમાં અન્ય વિશ્વવિદ્યલયોના વૈજ્ઞાનિકોએ પણ સહયોગ કર્યો છે જેમની અંદર લાઉસવિલે વિવિ, સેન ટિયાગો સ્થિત ટેક્સાસ વિવિના હેલ્થ સાયંસ સેંટર વગેરેનો સમાવેશ થાય છે.