શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય લેખ
Written By વેબ દુનિયા|

હેલ્થ કેર : તમારી ખાંસીને ટીબી ન બનવા દો

P.R
આમ તો સામાન્ય શરદી-તાવ આવતા ખાંસી આવવી કોઇ ગંભીર બાબત નથી. સાધારણ ખાંસી પોતાની મેળે જ થોડા દિવસોમાં મટી જતી હોય છે. પણ લાંબા સમય સુધી આવનારી ઉધરસ એ ઇશારો કરે છે કે તમારા ફેફસામાં કોઇ પ્રકારના ઇન્ફેક્શનની શરૂઆત થઇ રહી છે. બે અઠવાડિયાથી વધુ ખાંસી આવવી ટીબીનું લક્ષણ હોઇ શકે છે. ટીબીમાં આવનારી ખાંસી દિન-પ્રતિદિન વધતી જાય છે. થોડા સમય બાદ તબિયત બગડતા ખાંસી વખતે લોહી પણ નીકળે છે જેનો ઇલાજ ન કરાવતા રોગીની હાલત ખરાબ થઇ શકે છે.

ઇન્ફેક્શનથી થાય છે ખાંસી -
ઉધરસ ફેફસા, શ્વાસની નળીઓ અને ગળામાં ઇન્ફેક્શન થવાથી થાય છે કે પછી કોઇ ઉણપને કારણે સર્જાય છે. નાક કે મોઢાની બીમારીઓ ખાંસીથી નથી થતી. ખાંસી ફેફસામાં થનારા ટીબી તરફ ઇશારો કરે છે.

લાળમાં લોહી આવે તો... -
ટીબીમાં લાળન સાથે લોહી આવવાની સમસ્યા સર્જાય છે. જો લાળમાં લોહી આવે તો તુરંત ડૉક્ટરને દેખાડો અને લોહીની તપાસની સાથે છાતીનો એક્સ-રે કરાવો.

ત્રણથી આઠ અઠવાડિયા સુધી રહેનારી ખાંસી -
ત્રણથી આઠ અઠવાડિયા સુધી રહેનારી ખાંસી બહુ જોખમી હોય છે. સાધારણ ઉધરસ થોડા દિવસોમાં મટી જાય છે પણ વધુ દિવસો સુધી રહેનારી ખાંસીનો અર્થ એ છે કે તમને ફેફસામાં કોઇ પ્રકારનું ઇન્ફેક્શન થઇ રહ્યું છે અને તમને ઇલાજની જરૂર છે. જો તમારી ખાંસીને ત્રણ અઠવાડિયાથી વધુ સમય થઇ ગયો છે અને તેમાં નીચેના લક્ષણો જોવા મળી રહ્યા છે તો ડૉક્ટરને અચૂક દેખાડી દો.

- જો તમને શ્વાસ લેવામાં સમસ્યા થઇ રહી છે તો તેને હળવાશથી ન લેશો.
- ખાંસતી સમયે લોહી આવવું એ જણાવે છે કે તમારા ફેફસામાં કોઇ ઇન્ફેક્શન છે.
- જો સમયની સાથે કફના રંગમાં ફેરફાર થઇ રહ્યા હોય તો તેને ગંભીરતાથી લેજો.
- જો વગર કોઇ પ્રયાસે તમારું વજન ઘટી રહ્યું છે તો આ જોખમી છે.

એક્સ-રે -
ખાંસી આવે તો ડૉક્ટરને દેખાડવામાં આવતા તેઓ સૌથી પહેલા એક્સ-રે કરાવવાનું કહે છે કારણ કે એક્સ-રે દ્વારા જોઇ શકાય છે કે તમારા ફેફસામાં કોઇ ઇન્ફેક્શન છે કે નહીં અને જો છે તો ફેફસાને તે કેટલું નુકસાન પહોંચાડે છે.

શું સંકેત કરે છે? -
તમારા શ્વસન તંત્ર કે ગળાના ફેફસામાં કોઇ તકલીફ છે, તો તેને નજરઅંદાજ ન કરો. સતત ત્રણ અઠડાવિયાથી વધુ ખાંસી રહે તો ટીબીનો સંકેત હોઇ શકે છે, જેની સંપૂર્ણ તપાસ કરાવો.