શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય લેખ
Written By વેબ દુનિયા|

હેલ્થ કેર : મોહક સ્મિત જાળવી રાખવા શુ કરશો ?

N.D
દાંત એ શરીરનો બહુ મહત્વનો ભાગ છે. તેની દેખરેખ કરવી અત્યંત આવશ્યક છે. જો દાંતની યોગ્ય સફાઇ અને દખરેખ ન કરવામાં આવે તો તે સડી શકે છે, તેમાં દુર્ગંધ આવવા લાગે છે. જો દાંત સ્વચ્છ હશે તો તમે તમારી મનગમતી કોઇપણ વસ્તુ ખાઇ શકશો કારણ કે દાંત ખોરાક ચાવવાનું કામ કરે છે. ખોરાક જેટલો ચાવીને ખાશો તેટલી જ જલ્દી તે પચી જશે. પેટ ફીટ રહેશે અને દાંતને પણ જરૂરી કસરત મળી જશે. દાંતની દેખરેખ માટે અહીં દર્શાવવામાં આવેલી બાબતો ધ્યાનમાં રાખો...

દાંતની દેખરેખ શા માટે જરૂરી?
- દાંતનું ધ્યાન ન રાખવામાં આવે તો દાંત ફીક્કા પડી શકે છે.
- દાંતનું ધ્યાન નહીં રાખો તો તેમાં કીડા પડી શકે છે, જે ધીમે-ધીમે દાંતોમાં છેદ કરવાનું શરૂ કરી દેશે.
- પેઢાનું ધ્યાન ન રાખવામાં આવે તો તે નબળા પડી જાય છે અને દાંત પરની તેની પકડ પણ ઢીલી પડી જાય છે.
- દાંતમાં દર્દ થવા લાગે છે.

કેવી રીતે રાખશો સંભાળ ?

- ઓછામાં ઓછું બેવાર બ્રશ કરો. સવારે નાસ્તા પહેલા અને રાતે સૂતા પહેલા. લંચ કર્યા બાદ કે કંઇક સ્વીટ ખાધા બાદ પાણીથી કોગળા ચોક્કસ કરો.
- બ્રશ કરવાની યોગ્ય તકનીક શીથો. આગળના દાંતને ઉપર-નીચે, નીચે-ઉપર સાફ કરો. પાછળના દાંત જેનાથી આપણે ચાવીએ છીએ તેને બ્રશ ફેરવીને સાફ કરો. તેને નીચેથી ઉપરની તરફ પણ સાફ કરો.
- ક્યારેય બ્રશ પર ભાર દઇને બ્રશ ન કરો. આનાથી દાંતનું ઇનેમલ ખલાસ થઇ જાય છે અને પેઢા છોલાવાનો ડર પણ રહે છે જેનાથી લોહી નીકળવા લાગે છે.
- યોગ્ય રીતે બ્રશ કરવાથી પેઢાનું માળખું સલામત રહે છે.
- જીભ પણ બ્રશથી સાફ કરવાની રાખો.
- ઓછામાં ઓછી બે-કે ત્રણ મિનિટ બ્રશ કરવો જોઇએ.
- સોફ્ટ બ્રશ વાપરો.
- વર્ષમાં બેવાર ડોક્ટર પાસે દાંતનું ચેકઅપ કરાવો.