1. ધર્મ
  2. »
  3. હિન્દુ
  4. »
  5. હિન્દુ દેવતા
Written By પરૂન શર્મા|
Last Modified: રવિવાર, 3 જૂન 2007 (10:24 IST)

શ્રીકૃષ્ણ

ભગવાન શ્રીકૃષ્ણ

ત્રેતાયુગમાં રાક્ષસોનો વિનાશ કરવા માટે ભગવાન રામનો અવતાર થયો હતો તો દ્વાપરયુગમાં ભગવાન કૃષ્ણએ પૃથ્વી પર સત્ય અને ધર્મની મર્યાદાના પુનરોત્થાન માટે અવતાર ધારણ કર્યો હતો. દેવકીના ગર્ભમાંથી ઉત્પન્ન થયેલ વસુદેવ પુત્રની લીલાઓ અદ્વૈત હતી. કંસને મારવા માટે જેનો જન્મ થયો હતો, તેને વસુદેવજી કંસના ભયથી ભાદ્રકૃષ્ણ અષ્ટમીની મધ્યરાત્રીએ યમુનાના સામે કાંઠે વસેલા ગોકુલમાં નંદબાબાના ઘરે મૂકી આવ્યાં. પુત્રના રૂપમાં શ્રીકૃષ્ણને મેળવીને યશોદાજીનું જીવન ધન્ય થઈ ગયું.

ગોકુળની ગલીઓમાં આનંદ ઉમટ્યો. કંસના ઘાતકી પ્રયાસો આ પ્રવાહમાં પ્રવાહિત થઈ ગયાં. પૂતના, શકટાસુર, વાત્યાચક્ર - બધા નિષ્ફળ થઈને પણ કનૈયાના હાથે મોક્ષ પામી ગયાં. મોહન ચાલવા લાગ્યો, મોટો થયો. તે હૃદયચોર નવનીત ચોર થઈ ગયો. કારણ કે, તેને ગોપિઓના ઉલ્લાસિત ભાવ સાર્થક કરવાના હતાં. આ લીલા પણ સમાપ્ત થઈ પોતાના ઘરમાં જ માખણની ચોરી કરીને. યશોદામૈયાએ સાંબેલા સાથે બાંધીને તેને દામોદર બનાવી દીધો. યમલાર્જુનનો ઉદ્ધાર તો થયો, પરંતુ આ મહાવૃક્ષોના પડવાથી તે ગોપ શક્તિ થઈ ગયાં. તે ગોકુલ છોડીને વૃંદાવન જઈ વસ્યાં.

વૃંદાવન, ગોવર્ધન, યમુના-પુલિન, વ્રજ-યુવરાજની મધુરિમ ક્રિડા વચ્ચે શ્રીકૃષ્ણ વત્સ-ચારક બન્યાં. આ તરફ કંસના પ્રયત્નો પણ ચાલતા રહ્યાં. બકાસુર, વત્સાસુર, પ્રલમ્બ, ધેનુક, અઘાસુર, મયપુત્ર વ્યોમાસુર આદિ આવતા રહ્યાં. શ્યામસુન્દર તો બધા માટે મોક્ષનો અનાવૃત દ્વાર હતાં.

કાળીયા નાગની ફેણ ઉપર આ વ્રજવિહારીએ રાસનો પૂર્વાભ્યાસ પણ કર્યો. બ્રહ્માજી પણ વાછડાઓ ચોરીને અંતમાં આ નટખટની સ્તુતિ કરી ગયાં. ગોપાલ અને ગોપાળોએ ઈન્દ્રના સ્થાન પર ગોર્વધન પૂજન કર્યુ. દેવ-કોપની અતિવર્ષાથી ગિરિરાજને સાત દિવસ સુધી પોતાની ટચલી આંગળીએ ઉપાડીને વ્રજને બચાવી લીધું. દેવેન્દ્ર પણ તે ગિરધારીને ગોવિન્દ તરીકે સ્વીકાર કરી ગયાં.

કંસ દ્વારા મોકલાયેલા વૃષાસુર, કેશી વગેરે જ્યારે ગોપાલના હાથો વડે કર્મબંધન મુક્ત થઈ ગયાં, ત્યારે કંસે અક્રૂરજીને મોકલીને કૃષ્ણ બલરામને મથુરા બોલાવ્યાં. બીજા દિવસે કંસની કૂટનીતિનો મહોત્સવ યોજાયો. મહેલના દ્વાર પર શ્રી કૃષ્ણએ કુવલયાપીડ નામના હાથીને મારીને તેમના શ્રીગણેશ કર્યા. અખાડામાં પણ તે બન્નેના હાથે અનેક મલ્લો પરાજીત થઈ ગયાં. કંસના જીવનની પૂર્ણાહુતિનો ઉત્સવ પૂર્ણ થયો અને માતા દેવકી, વસુદેવ તથા મહારાજ ઉગ્રસેન કારાગૃહમાંથી પુન: રાજ્યસિંહાસન પર આવ્યાં.

શ્રીકૃષ્ણ વ્રજમાં કુલ 11 વર્ષ, ત્રણ માસ રહ્યાં હતાં આ સમયગાળા દરમિયાન તેમણે જે દિવ્ય લીલાઓ કરી, તે ભાવિકોના જીવનપથને પ્રશસ્ત કરે છે. પરંતુ આલોચકોની કુદ્રષ્ટિ તેનો સ્પર્શ કરી શકતી નથી. પછી તો શ્યામ કયારેય વ્રજ પધાર્યા જ નહી. આશ્વાસન દેવા માટે એક વાર ઉદ્ધવને મોકલી દિધા.

અવંતી જઈને શ્યામસુંદરે અગ્રજની સાથે શિક્ષા પ્રાપ્ત કરી. ગુરુદક્ષિણામાં ગુરુના મૃતપુત્રને પુન:પ્રદાન કરી આવ્યાં. મથુરા પરત ફરીને કંસના શ્વશુર જરાસંધના આક્ર્મણ સામે લડવું પડ્યું. તે સત્તર વખત સેના સાથે ચડાઈ કરવા આવ્યો અને પરાજીત થઈને પાછો ફર્યો. અઢારમી વખત તેના આવવાની સૂચના સાથે જ કાલયવન પણ આવી ચડ્યો. ક્યાં સુધી આ પ્રકારનું યુદ્ધમય જીવન સહી શકાય. સમુદ્રની મધ્યમાં દ્રારિકા નગર બનાવ્યું. યાદવકુળને ત્યાં પહોંચાડીને શ્રીકુષ્ણ પગપાળા યવનની સામેથી ભાગ્યાં. પીછો કરતો યવન ગુફામાં જઈને ચિરસુપ્ત મુચુકુન્દની નેત્રાગ્નિમાં ભસ્મ થઈ ગયો. ત્યાથી પરત ફરતા જ આ તરફ જરાસંધ સેનાને લઈને આવી ચડ્યો. શ્રીકૃષ્ણ રણછોડ બની રહ્યાં હતાં. બલરામજીને પણ તેમની સાથે ભાગવું પડ્યું. બન્ને ભાઈઓ પ્રવર્ષણ પર ચડીને ભાગી છૂટ્યાં.

પાંડવોના પરિત્રાણ તો શ્રીકૃષ્ણ જ હતાં. મહાભારતના યુદ્ધમાં અર્જુનના સારથી બનીને ભગવાન શ્રીકૃષ્ણએ પાંડવોને વિજય અપાવ્યો. આ મહાયુદ્ધમાં અધર્મ અને અસત્યનો વિનાશ કરીને પુન: ધર્મ અને સત્યની સત્તા સ્થાપિત કરી. શ્રીકૃષ્ણચન્દ્ર પૂર્ણપુરૂષોત્તમ લીલાવતાર તરીકે જાણીતા છે. ભગવાન વેદવ્યાસની વાણીએ શ્રીમદ્ ભાગવત ગીતામાં તેમની દિવ્ય લીલઓનું વર્ણન કર્યું છે.