આજથી હોળાષ્ટક : કોઈ શુભ કાર્ય કરશો નહી

વેબ દુનિયા|
PR
P.R
આ વખતે 20 માર્ચથી શરૂ થશે. આ સાથે જ એક અઠવાડિયા સુધી કોઇપણ જાતના શુભ કાર્યો નહી થાય, લગ્નની મોસમમાં બ્રેક લાગશે. ફાગણ માસની પૂર્ણિમાએ મનાવવામાં આવે છે. એટલા માટે જ હોળીના આઠ દિવસ પહેલા હોળાષ્ટક શરૂ થઇ જાય છે.
શાસ્ત્રીય માન્યતાઓ મુજબ હોળાષ્ટકમાં કોઈ પણ નવુ કાર્ય, અથવા કોઈ પણ માંગલિક કાર્ય કરવુ ઉચિત ગણાતું નથી. હોળાષ્ટક હોળી પ્રક્ટાવ્ય(હોળીકા દહન) પછી સમાપ્ત થાય છે. હોળાષ્ટક દરમ્યાન હિંદૂ સંસ્કૃતિના માનવામા આવે છે. એવુ માનવામા આવે છે કે હોળીના આઠ દિવસ પહેલાના દિવસો મોટેભાગે અમંગલ પ્રદાન કરતા હોય છે.
દેશના અમુક ભાગના લોકો હોળાષ્ટકને નથી માનતા. એવી માન્યતાઓ છે કોય તીર્થસ્થાન જેવાકે, શતરુદ્રા, વિપાશા, ઇરાવતી અને પુષ્કર સરોવરને છોડીને બાકીનાં સ્થાનો પર હોળાષ્ટકનો અશુભ પ્રભાવ નથી પડતો. એટલે અન્ય સ્થાનો પર બધી જગ્યાએ વિવાહ જેવા માંગલિક અને શુભ કાર્ય કોઈ પણ જાતની મુશ્કેલી વગર થઈ શકે છે, પરંતુ શાસ્ત્રીય માન્યતાઓ મુજબ હોળાષ્ટક દરમ્યાન શુભ કાર્ય વર્જિત માનવામાં આવે છે.
હોળાષ્ટકનુ પૌરાણિક કારણ એ છે કે પ્રહલાદને ભસ્મ કરવા માટે ફાગણ શુક્લ આઠમથી તૈયારી શરૂ કરવામાં આવી હતી. તેના પિતા હિરણ્યકશ્યપે પોતાની બહેન હોલિકા સાથે મળીને પ્રહલાદ્ને જીવતા સળગાવવાનું ષડયંત્ર રચ્યુ હતુ. પ્રહલાદ વિષ્ણુ ભક્ત હતો અને હિરણ્યકશ્યપને વિષ્ણુને બદલે પોતાને ભગવાન માનવા માટે જોર આપી રહ્યો હતો. પ્રહલાદ ન માન્યો તો હિરણ્યકશ્યપે તેને જીવતો સળગાવવા માટે હોલિકાને કહ્યુ. હોલિકાને વરદાન હતુ કે અગ્નિ તેને સળગાવી શકે નહી. આ સાથે જ લોકો વચ્ચે ભય અને આક્રોશ છવાય ગયો હતો તેથી બધા શુભ કાર્યો પર રોક લાગવો એ દેખીતુ હતુ.


આ પણ વાંચો :