સોમવાર, 8 સપ્ટેમ્બર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 28 એપ્રિલ 2024 (09:19 IST)

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

અભિનેતા સાહિલ ખાનની ધરપકડ
Sahil Khan arrested : મુંબઈ એસઆઈટીએ મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં છત્તીસગઢથી અભિનેતા સાહિલ ખાનની અટકાયત કરી છે. તેના પર 15 હજાર કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે.
નવેમ્બર 2023 માં માટુંગા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ IPC, મહારાષ્ટ્ર જુગાર અધિનિયમ અને IT એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
 
ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજીની રમતોના કારણે ભારત સરકારને ટેક્સમાં લગભગ 15 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
 
બોમ્બે હાઈકોર્ટે તાજેતરમાં ઓનલાઈન સટ્ટાબાજીના કેસમાં આરોપી અભિનેતા સાહિલ ખાનની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. અગાઉ સેશન્સ કોર્ટે પણ આરોપીઓને રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો.