ખેડબ્રહ્માના આગીયા ગામે લોકો હોળીના ધગધગતા અંગારામાં ખુલ્લા પગે ચાલે છે

ખેડબ્રહ્મા| વેબ દુનિયા|

P.R
ખેડબ્રહ્મા તાલુકાના આગીયા ગામે વર્ષોથી હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે. હોળીના ધગધગતા અંગારામાં ગ્રામજનો ખુલ્લા પગે ચાલે છે. તે જ રીતે હવે તાલુકાના ગુંદેલ ગામે પણ હોળીના ધગધગતા અંગારામાં લોકો ચાલે છે.આ વર્ષે હોળી ફાગણ સુદ પૂનમ મંગળવાર તા. ૨૬-૩-૧૩ના રોજ રાત્રીના ૮.૫૦ કલાકે પ્રગટાવવામાં આવશે. તેમ આગીયા ગામના જાણીતા આગેવાને જણાવ્યું હતું.

દર વર્ષની જેમ હોળીકા પૂજન વિધી બ્રાહ્મણ દ્વારા થયા પછી તેને પ્રગટાવવામાં આવશે તે પછી અંગારામાં ગ્રામજનો ચાલશે. ગામના પટેલ જ્ઞાતીના ભાઈઓ ભેગા થઈને હોળી પર્વ ઉજવે છે. ક્યાંય ક્યાંયથી લોકો દર્શનાર્થે આવે છે.
સ્ટેટ હાઈવેથી ગઢડા શામળાજી જતા વચ્ચે આવતા ગુંદેલ ગામે પણ હોળી પર્વ બારોટ સમાજ પટેલ સમાજ અને ઠાકોર સમાજના તમામ જ્ઞાતિના ભાઈઓ એકઠા થાય છે અને પૂજન વિધી પછી હોળી પ્રગટાવવામાં આવે છે. તે પછી અંગારામાં ગ્રામજનો ચાલે છે તેમ ગામના બારોટે જણાવ્યું હતું.


આ પણ વાંચો :