ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: શનિવાર, 5 મે 2018 (00:27 IST)

સૂતા પહેલા ખાવ 2 લવિંગ, પછી જુઓ તેના ફાયદા

આપણ કિચનમાં એવા અનેક મસાલા છે જેનો પ્રયોગ આપણે સ્વાસ્થ્ય પરેશાનીને ઠીક કરવા માટે કરીએ છીએ. હળદર તેનુ સૌથી મોટુ ઉદાહરણ છે. પોતાના એંટીસેપ્ટીક ગુણને કારણે આ ઘા ભરવા ઠીક કરવા સુંદરતા મેળવવા વગેરે માટે પ્રયોગમાં લાવવામાં આવે છે. પણ હળદર ઉપરાંત બીજા પણ અનેક મસાલા છે જેને ઔષધિના રૂપમાં ઉપયોગમાં લઈ શકાય છે. લવિંગ તેમાથી એક છે. 
 
 
લવિંગમાં યૂજેનોલ હોય છે જે સાઈનસ અને દાંતના દુખાવા જેવા સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓએન ઠીક કરવામાં મદદ કર છે. લવિંગની તાસીર ગરમ હોય છે. તેથી શિયાળામાં તે ખૂબ લાભકારી છે. આજે અમે તમને લવિંગનો એક એવો પ્રયોગ બતાવીશુ જેને અપનાવાથી કુલ 5 શારીરિક પરેશાનીઓનો અંત આવે છે. 
 
1. પ્રયોગ મુજબ રાત્રે સૂવાના ઠીક પહેલા તમે 2 લવિંગ ગ્રહણ કરી લો. પણ લવિંગને ડાયરેક્ટ ખાવાની છે અથવા તેના તેલનો પ્રયોગ કરવાનો છે કે પછી કોઈ અન્ય એક્સપરિમેંટ આ રોગ મુજબ પ્રયોગ કરવાનો છે. 
 
1. પેટનો દુખાવો - જો કોઈને રોજ પેટ દુખતુ હોય, પાચન શક્તિ કમજોર છે તો રાત્રે સૂતા પહેલા કુણા પાણી સાથે તે બે લવિંગ ગળી લે કે પછી જમ્યા પછી એક લવિંગ ચાવી લે. થોડા દિવસ આવુ કરવાથી પેટના દુખાવામાં ઘણી રાહત મળશે. 
 
2. માથાનો દુખાવો - પેટના દુખાવા ઉપરાંત માથાનો દુખાવો ઠીક કરવામાં પણ લવિંગ સહાયક છે. આ માટે જ્યારે પણ માથાનો દુખાવો થાય તો પેન કિલરને બદલે એક બે લવિંગ કુણા પાણી સાથે લો. થોડી જ વારમાં આરામ મળશે.  સૌથી સારી વાત એ છે કે આ લવિંગ અન્ય પેન કિલરની જેમ કોઈ સાઈટ ઈફેક્ટ નથી કરતી. 
 
3. ગળામાં ખરાશ - ઋતુ બદલતા જ કે પછી બહાર કંઈક ખોટુ ખાવાથી જો ગળામાં ખરાશ થાય છે તો લવિંગ ચાવી લો. કે પછી તેને જીભ પર મુકીને ચૂસતા રહો. તેનાથી ગળાની ખરાશ અને દુખાવામાં ખૂબ આરામ મળે છે. 
 
4. શરદી - શરદી થઈ જાય તો મધ સાથે લવિંગ લો. આ પ્રયોગ 3-4 દિવસ રોજ કરશો તો શરદી છૂમંતર થઈ જશે. 
 
5. ખીલ - લવિંગના પ્રયોગથી ખીલ, બ્લેકહેડ્સ કે વ્હાઈટહેડ્સથી પણ છુટકારો મેળવી શકાય છે. આ માટે તમારી સ્કિન મુજબ તમે જે પણ ફેસપૈકનો ઉપયોગ કરો છો તેમ થોડુ લવિંગનુ તેલ મિક્સ કરી લો અને તેને અઠવાડિયામાં બે વાર ચહેરા પર લગાવો. થોડા જ દિવસમાં ચેહરા પરથી ખીલ ગાયબ થઈ જશે અને ચમકદાર થઈ જશે.