અજમો અને ગોળની ગોળીઓ અપાવશે પિત્તમાં રાહત, જાણો પિત્તના ઘરેલુ ઉપાય
પિત્ત ઉભરાવવાના સામાન્ય કારણોમાંથી તાપમાનમાં અચાનક ફેરફારને માનવામાં આવે છે. જો કે તેના બીજા પણ અનેક કારણ છે. આ એક પ્રકારની એલર્જી છે. જે તાપમાન ઉપરાંત કંઈક ખાવાની વસ્તુઓથી પણ થઈ જાય છે. તેને સામાન્ય બોલચાલની ભાષામાં છપાકો ઢીમણું કે શીતપિત્ત પણ કહે છે. પિત્ત ઉભરાતા અચાનક શરીર પર લાલ ચકતા ઉભરાય આવે છે. જેમા ખંજવાળ અને બળતરા થાય છે. એ સ્થાનની ત્વચા થોડી ઉભરાયેલી દેખાય છે. આ શરીરના કોઈપણ ભાગ પર થઈ શકે છે. પિત્ત થોડા મિનિટ, થોડા કલાક થોડા દિવસ કે થોડા મહિના સુધી રહી શકે છે.
ગોળ અજમો - 50 ગ્રામ અજમો દરદરો વાટી લો તેમા 50 ગ્રામ ગોળ મિક્સ કરીને 16 ગોળીઓ બનાવી લો. તેને સવાર સાંજ પાણીથી ગળી લો. શિયાળામાં થનારી શીત પિત્તમાં પણ આ ઘરેલુ ઉપચારથી ઘણો આરામ મળે છે.
લીમડો - પિત્ત ઉભરાયુ હોય ત્યારે લીમડાના પાન ચાવવાથી તે કડવા નહી લાગે. લીમડાના પાન ત્યા સુધી ચાવો જ્યા સુધી તે કડવા ન લાગવા માંડે. તેનાથી પિત્ત જલ્દી ઠીક થઈ જાય છે.
મધ અને આદુ - એક ચમચી મધ અને એક ચમચી આદુનો રસ મિક્સ કરીને દિવસમાં ત્રણ વાર લો. ઉપરથી બે ઘૂંટ પાણી પીવો. પિત્ત મટી જશે.
સોડા - બે ગ્લાસ પાણીમાં એક ચમચી ખાવાનો સોડા મિક્સ કરીને આ પાણીને શરીર પર સ્પંજ કરવાથી પિત્ત ઉપરાંત ખંજવાળવાળા દાણામાં પણ આરામ મળે છે.
મીઠુ - દેશી ઘી માં સંચળ મિક્સ કરીને તેનાથી માલિશ કરીને ઓઢીને સૂઈ જાવ. પરસેવો આવવાની સથે જ પિત્તમાં આરામ મળશે.