રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: મંગળવાર, 30 જુલાઈ 2019 (00:47 IST)

આ ઘરેલુ ઉપયોથી ફક્ત 7 દિવસમાં સનટેનથી છુટકારો મેળવો

સનટૈનિગ મતલબ સ્કિનનો કલર ડાર્ક થઈ જવો. તેનુ કારણ સતત તાપમાં રહેવુ. મોટેભાગે બીચ કે હિલ સ્ટેશન પરથી પરત આવ્યા પછી લોકોને સનટૈનિંગની ફરિયાદ થઈ જાય છે. જેનાથી બચવા માટે સનસ્ક્રીનનો ઉપયોગ બેસ્ટ માનવામાં આવે છે.  પણ કેટલાક ઘરેલુ નુસ્ખા પણ છે જેનો માત્ર થોડા દિવસ ઉપયોગ કરવાથી જ સનટૈનિંગની સમસ્યાથી મુક્તિ મલે છે. જાણૉ તેના વિશે.. 
 
સોફ્ટ ગ્લોઈંગ સ્કિન મેળવવા સાથે જ સનટૈંગથી છુટકારો જોઈએ તો બેસનથી બનેલ ફૈસપૈકનો ઉપયોગ કરો. આ ફૈસપૈકને બનાવવા માટે બેસનમાં ચપટી લીંબૂનો રસ હળદર અને દહી કે દૂધ જે હાજર હોય તે મિક્સ કરો. આ પેસ્ટને ચેહરા પર લગાવો અને હળવુ સુકાય ગયા પછી સ્ક્રબ ક્રતા ચેહરાને ધોવાથી ડેડ સ્કિન પણ નીકળી જાય છે. 
 
મુલતાની માટીની કમાલ - સનટૈંગ દૂર કરવા માટે  મુલતાની માટી પણ અસરદાર છે. જેનો ઉપયોગ ખૂબ સમય પહેલાથી જ થઈ રહ્યો છે. બસ આ માટે મુલ્તાની માટી, બટાકાનો રસ અને ગુલાબજળને મિક્સ કરો અને આ પેસ્ટને ચેહરા પર લગાવો. સુકાયા પછી પાણીથી ધોઈ લો. 
 
ટામેટાના ગુદાનો પ્રયોગ - ટામેટાના ગુદો અનેકવાર ફાયદાથી ભરપૂર હોય છે.  સુંદર અને નિખરી ત્વચા માટે જ નહી પણ સનટૈન દૂર કરવા માટે પણ તમે તેનો પ્રયોગ કરી શકો છો. આ માટે ટામેટા અને દહીની એક સમાન માત્રા લઈને તેને મિક્સ કરો અને તેને સનટૈનવાળા સ્થાન પર એપ્લાય કરો. દહીમાં વર્તમાન લૈક્ટિક એસિડ સ્કિન લાઈટિંગ માટે પરફેક્ટ હોય છે. આ ઉપરાંત ઑઈલી અને એકને ની પ્રોબ્લેમને પણ દૂર કરવામાં આ પૈક બેસ્ટ છે. 
 
બદામ કરશે સનટૈન દૂર કરવાનુ કામ - સનટૈન દૂર કરવા માટે તમે બદામનો પણુ ઉપયોગ કરી શકો છો. આ માટે બદામને આખી રાત પાણીમાં પલાળો.સવારે તેના છાલટા ઉતારીને સારી રીતે વાટી લો અને દૂધમાં મિક્સ કરીને સ્મુધ પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને તમારી સ્કિન પર લગાવીને 20 મિનિટ સુધી રાખો. બે-ત્રણ દિવસના ઉપયોગથી જ સનટૈન દૂર થઈ જાય છે. 
 
કાકડી ફક્ત ખાવ જ નહી લગાવો પણ - કાકડીમાં રહેલ તત્વ સ્કિનને હેલ્ધી જ નહી પણ સનટૈંગની સમસ્યાથે પણ દૂર કરે છે.  તો તડકાને કારણે જો તમારી સ્કિન બળી જાય તો ખીરાનો ઉપયોગ  દરેક રીતે લાભકારી છે. આ માટે તમારે કાકડીમાં લીંબો રસ અને ગુલાબજળ મિક્સ કરો અને તેને કોટન બોલની મદદથે ચેહરા પર લગાવો.  આ ઉપરાંત તમે કાકડીના રસમાં ચોખાનો લોટ અને લીંબુનો રસ મિક્સ કરો.ચેહરા પર આ પેસ્ટને લગાવો અને સુકવવા દો. હળવા સ્ક્રબ કરતા પાણીથી ધોઈ લો. થોડાક જ દિવસના ઉપયોગ પછી તમને ફરક દેખાશે. 
 
 
સનટૈન દૂર કરવાની ટિપ્સ અને ટ્રિક્સ 
 
1. કેમિકલ બેસ્ટ સનટૈન ટ્રીટમેંટ્સથે બચો. ઘરમાં બનેલી વસ્તુઓ આ માટે લાભકારી હોય છે. 
 
2. એસપીએફ 30 વાળુ સનસ્ક્રીન દરેક રીતે બેસ્ટ હોય છે.  આ સાથે જ જો સતત તાપમાં રહો છો તો થોડી થોડી વારે સનસ્ક્રીન એપ્લાય કરો. 
 
3. સનસ્ક્રીન લગાવવાની સાથે જ એવા આઉટફિટ્સ પહેરોજે તમારી બોડીને વધુમાં વધુ કવર કરે. જે તમને સનટૈનથી બચાવે છે.