ગુરુવાર, 29 જાન્યુઆરી 2026
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: મંગળવાર, 3 જાન્યુઆરી 2017 (15:16 IST)

સનબર્ન માટે અસરદાર ઘરેલુ ઉપચાર

સનબર્ન
તાપમાં બેસવાથી સ્કિન પર સનબર્ન થઈ જાય છે જેનાથી ત્વચા સુકી અને બેજાન થઈ જાય છે.  જેને કારણે ત્વચાની સુંદરતા છિનવાય જાય છે.  બજારની મોંઘી અને કેમિકલ યુક્ત ક્રીમનો ઉપયોગ કરવા કરતા સારુ છે કે ઘરેલુ ઉપાય અપનાવીને જ આ પરેશાનીથી મુક્તિ મેળવવામાં આવે. અમે તમને સનબર્નથી છુટકારો મેળવવા માટે એક ઘરેલુ નુસ્ખો બતાવી રહ્યા છીએ. જેના ઉપયોગથી તમારી આ સમસ્યા ગાયબ થઈ જશે. 
 
સામગ્રી - 2 ટી સ્પૂન સરકો (vinegar)  2 ટી સ્પૂન જૈતૂનનુ તેલ
 
વાપરવાની રીત - એક બાઉલમાં વિનેગર અને જૈતૂનનુ તેલ નાખીને સારી રીતે મિક્સ કરી લો. 
 હવે આ મિશ્રણને ચેહરા પર થોડીવાર માટે લગાવો અને પાણીથી ધોઈ લો. 
- આ રોજ લગાવવાથી સનબર્નની પરેશાની દૂર થઈ જશે. 
 
ધ્યાન રાખો આ વાત 
 
કોઈપણ પ્રયોગનો ઉપયોગ કરતા પહેલા ડોક્ટરી સલાહ જરૂર લો. કોઈ નુકશાન માટે અમે જવાબદાર નથી.