ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Modified: સોમવાર, 4 જુલાઈ 2022 (16:45 IST)

Tips To Get rid of Cockroach: ઘરના કોઈપણ ખૂણામાં જોવા નહી મળે કોકરોચ, બસ અજમાવી જુઓ આ રીત

Tips To Get rid of Cockroach: ચોમાસુ આવતા જ આપણી આસપાસ માખી, મચ્છર, કૉકરોચ અને વરસાદમાં જોવા મળતા કીડાની સંખ્યા ખૂબ વધી જાય છે.  માખી અને મચ્છર સાથે તો માણસ પણ લડી લે છે પણ કોકરોચ પહેલીવારમાં તો બધા જ ગભરાય જાય છે.  જો કે ગરમીની ઋતુમાં કોકરોચ વધુ પેદા થાય છે.  કોકરોચ ગંદકીની સાથે બીમારીઓ પણ ફેલાવે છે. આવામાં કોકરોચ ઘરના ખૂણે ખૂણે જોવામળે છે.  તેમનુ અસલી ઉદ્દેશ્ય ઘરના રસોડામાં પોતાનો અડ્ડો જમાવવાનો હોય છે. 
 
આમ તો કૉકરોચ કોઈના પર પણ હુમલો કરતો નથી કે કોઈને કરડતો નથી. પણ  પોતાના શરીર દ્વારા આ જંતુ અનેક રીતે હાનિકારક અને ઝેરીલા બેક્ટેરિયા ફેલાવે છે. ઘણીવાર લોકો ઘરમાંથી વંદો દૂર કરવા અથવા તેને સંપૂર્ણ રીતે દૂર કરવા માટે વિવિધ પ્રકારની દવાઓનો ઉપયોગ કરે છે. તેઓ બજારોમાં જઈને મારવાની દવા પણ લાવે છે. પરંતુ પછી થોડા દિવસો પછી ફરીથી વંદા દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં આજે અમે તમારા માટે કેટલાક ઘરેલું ઉપાય લઈને આવ્યા છીએ. જેના ઉપયોગથી કોકરોચ પણ ભાગી જશે અને ઘરના લોકો પર તેની કોઈ ખોટી અસર નહીં પડે.
 
લવિંગનુ આયુર્વેદમાં ઘણુ મહત્વ બતાવ્યુ છે. લવિંગનો ઉપયોગ પૂજા-પાઠ, દવાઓ અને ખોરાકને સ્વાદિષ્ટ બનાવવા માટે કરવામાં આવે છે. પણ શુ તમે જાણો છો લવિંગનો ઉપયોગ  કોકરોચ ભગાડવામાં પણ કરવામાં આવે છે. સાચુ સાંભળ્યુ તમે. લવિંગની તેજ મહેક દ્વારા વંદાઓને ભગાડી શકાય છે. તમે લવિંગને ઘરના દરેક ખૂણામાં મુકી દો. રસોડાથી લઈને રૂમના દરેક ખૂણામાં લવિંગની કેટલીક કળીઓ મુક્યા બાદ તમે જ ઓશો કે તેની ખુશ્બુથી કોકરોચ ભાગવા માંડશે. 
 
જો કે તમારે તેને દરરોજ બદલી નાખવા પડશે. સાથે જ એ સ્થાનની સફાઈ પણ સારી રીતે કરવી પડશે.  જેથી એકવાર ભાગ્યા પછી ફરીથી ગંદકી જોઈને કોકરોચ પાછા ન આવી જાય્ રોજ આવુ કરવાથી થોડાક જ દિવસોમાં તમે જોશો કે ઘરમાં વંદાઓ ફરવા બંધ થઈ ગયા હશે. 
 
કોકરૉચ ભગાડવાના ઘરેલુ ઉપાય 
-કોકરોચ/વંદાને ભગાડવા માટે તમાલપત્રનો ઉપયોગ કરો 
- કેરોસીનના તેલથી પણ કોકરોચનો સફાયો કરી શકાય છે 
-  બેકિંગ પાવડર અને ખાંડ મિક્સ કરીને મુકવાથી પણ કૉકરોચ ભાગી જશે