રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. સ્વતંત્રતા દિવસ 08
Written By પારૂલ ચૌધરી|

61 વર્ષ પછી પણ હિન્દી ક્યાં!!!

N.D

દેશને આઝાદ થયે 61 વર્ષ થશે અને આની ખુશીમાં દિલ્હીના લાલ કિલ્લા પર આપણા દેશના પ્રધાનમંત્રી દ્વારા ધ્વજવંદન કરવામાં આવશે. આ દિવસે દેશના દરેક ખુણાની અંદર ખુશીનું વાતાવરણ જાળવી રાખવા માટે જુદા જુદા પ્રોગામોનું આયોજન કરાશે. નેતાઓ ખુબ જ મોટા મોટા ભાષણો આપશે. દરેક વર્ષની જેમ આ વર્ષે પણ થોડીક ખાસ વ્યક્તિઓનું પ્રધાનમંત્રી દ્વારા સમ્માન કરવામાં આવશે. અને નેતાઓ કહેશે કે અમને કહેતાં ગર્વ થાય છે કે આજે આપણે 61મો આઝાદી દિવસ ઉજવી રહ્યાં છીએ. પરંતુ હુ નેતાઓને કહુ છુ કે ક્યારેય વિચાર્યું છે કે પસાર થયેલા સાહીઠ વર્ષોમાં આપણે શું પ્રગતિ કરી? અને દેશની ઘણી ખરી જનતાને તો કદાચ આ દિવસ સાથે લગાવ પણ નહિ હોય કેમકે તેઓ જાણે છે કે દેશની અંદર આ બધો ફક્ત એક જ દિવસનો દેખાડો છે. આ દિવસે નેતાઓને સારી એવી ભીડ મળી જાય છે જેથી તોએ મોટા મોટા ભાષણ આપીને પોતાના આલીશાન મહેલોમાં જતા રહે છે જેવી રીતે દિવસ નીકળતાની સાથે જ તારા જતા રહે છે.

કેટલી શરમની વાત છે કે એક થઈને લડાઈ લડ્યાં બાદ ભારત સ્વતંત્ર તો થઈ ગયું પરંતુ સ્વતંત્ર થતાંની સાથે જ હાથથી જેમ કાચની બોટલ છુટી જાય તેમ વિખેરાઈ ગયું. અને આ પસાર થયેલા વર્ષોની અંદર કોઈએ પણ ભારત એક થાય તે માટે પ્રયત્નો નથી કર્યાં. જો કર્યા હોત ને તો હિન્દીને સંપુર્ણ રૂપે દેશની અંદર રાષ્ટ્રભાષા બનાવવામાં આટલા બધા વર્ષો ન લાગતા. પરંતુ હિંદુસ્તાનની હિંદી કેવા વળાંક ઉપર ઉભી છે! ઉદાસ અને ચુપચાપ એક ખુણામાં ઉભી રહેલી હિન્દી ભાષા કેટલાયે સવાલ ઉભા કરે છે. આટલા વર્ષોમાં દેશની રાજનાયકોએ તેને પોતાના જ દેશમાં લોકપ્રિય બનાવવા માટે કેટલા પ્રયત્નો કર્યા, કેટલી સંસ્થાઓ ખોલી, દક્ષિણ ભારતીયોને કેટલા સમજાવ્યા કે હિંદી જ સાચી અને સપર્કની ભાષા છે! દેશની અંદર હિંદીને નફરત કરનાર ઈંગ્લીશને પ્રેમ કરે છે. તેમનો આ પ્રેમ સાચો છે કે ખોટો તે કહેવું મુશ્કેલ છે અને એક ચર્ચાનો વિષય છે કેમકે જે રાજ્યોની અંદર હિન્દીની બોલબાલા હતી, ત્યાં પણ હવે હીંદી ભાષા પોતાનું અસ્તિત્વ ખોઈ રહી છે. દરેક વર્ષની જેમ આ વખતે પણ 15મી ઓગસ્ટે આખા દેશની અંદર આઝાદી દિવસ ધામધુમથી ઉજવવામાં આવશે અને આ વાતને તો લોકો ભુલી જશે.
W.D

આઝાદી દિવસ જેમ જેમ નજીક આવે છે તેમ તેમ દેશની અંદર હિંદીમાં દેશભક્તિ ગીતો સાંભળવા મળે છે પરંતુ જ્યારે 15 મી ઓગસ્ટ આવે છે ત્યારે આપણા કાન ઉભા થઈ જાય છે જ્યારે દેશના પ્રધાનમંત્રી રાષ્ટ્ર સંદેશને ઈંગ્લીશમાં વાંચે છે, અરે આટલુ જ નહિ પરંતુ આ વર્ષે તો રાષ્ટ્રપતિએ સોગંદ પણ ઈંગ્લીશમાં લીધા હતાં. ખબર નથી પડતી કેમ આ લોકોએ હવે હિંદીથી ભય લાગે છે! ક્યાર સુધી ટીવી ચેનલવાળા આ વાતોનું અનુવાદ કરીને સંભળાવતાં રહેશે? દેશના રાજનાયિકો, નેતાઓ અને ખેલાડીઓ ભુલી કેમ ગયાં કે તેમને સાંભળવા અને જોવાવાળી આબાદીનો લગભગ 65 ટકા ભાગ ઈંગ્લીશને સમજી નથી શકતો. દેશની બહાર હિંદીનો પ્રચાર થઈ રહ્યો છે પરંતુ દેશની અંદર ઈંગ્લીશના બીજ કેમ રોપાઈ રહ્યાં છે? જો આપણને ઈંગ્લીશ ન આવડતી હોય તો આપણે ઈંટર્વ્યું કે કોઈ ફંક્શનની અંદર જવા માટે ડરીએ છીએ કેમકે સામેવાળો માણસ ઈંગ્લીશમાં બોલશે અને આપણે તેને સમજી નહી શકીએ. કેટલી શરમની વાત છે કે આપણને આપણી ભાષા આવડે છે તેનો આપણને ગર્વ નથી અને બીજી ભાષા આપણને નથી આવડતી તેની આપણને શરમ આવે છે. આ શરમ હિંદુસ્તાનને ઈંગ્લીસ્તાન બનાવી દેશે. અને દેશની અંદર હિંદીને પ્રેમ કરનારાઓ એકબીજાના મોઢા જોતા રહી જશે. આવનાર થોડાક જ વર્ષોની અંદર 15મી ઓગસ્ટ બદલાઈને Independence Day કહેવામાં આવશે.

અસમના થોડાક કટ્ટરપંથી હિંદી ભાષીઓને લઈને ખુશ નથી, મહારાષ્ટ્રમાં મરાઠી પર જોર અપાઈ રહ્યું છે. હિંદી અને ઈંગ્લીશમાં લખેલા બોર્ડને દૂર કરવા માટે ઠાકરેએ ચેતવણી આપી દિધી છે. દક્ષિણમાં તો લોકો હિંદીને પોતાની રાષ્ટ્રભાષા માનતાં જ નથી. ત્યાં વળી બંગાળીઓ પણ હિંદીને નફરત કરે છે. દેશના અમુક ભાગ તો એવા પણ છે કે ત્યાં હિંદીમાં કોઈને કઈ પુછવા પર સામેવાળી વ્યક્તિ કઈ પણ નથી આપતી. આટલુ જ નહિ ભારતીય સિનેમા પર હોલીવુડની ફિલ્મોઓ પગ જમાવી લીધો છે. હિંદી ફિલ્મોની અંદર અંગ્રેજી સંવાદ નાખવામાં આવી રહ્યાં છે. 60-61 વર્ષ બાદ તો હિંદીની આવી હાલત છે તો વિચારો કે આવનાર થોડાક જ વર્ષોમાં હિંદી ક્યાં ઉભી હશે. જોવામાં આવે તો 15મી ઓગસ્ટ આપણને યાદ અપાવે છે કે આપણે ક્યારેક અંગ્રેજોના ગુલામ હતાં અને આજે આપણે આપણા દેશમાં અંગ્રેજેના છોડને રોપી રહ્યાં છીએ. મા-બાપ પોતાના બાળકોને સરકારી સ્કુલને છોડીને કોનવેટ સ્કુલમાં મોકલી રહ્યાં છે. આજકાલ ચેનલો પર એક ખાનહી દૂરસંચાર કંપનીની એક જાહેરાત ચાલી રહી છે જેની અંદર અભિષેક બચ્ચન શિક્ષક છે તે જાહેરાતનું વિષય વસ્તુ તો ઠીક છે પરંતુ તે સંદેશ શું આપે છે એક ગામડાનું બાળક હિન્દીને છોડીને અંગ્રેજી પર વધારે ભાર આપી રહ્યું છે.