શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. યોગ
  3. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
Written By
Last Updated : બુધવાર, 15 જૂન 2022 (17:33 IST)

યોગ દિવસ વિશેષ - તમે પણ જરૂર અજમાવો નરેન્દ્ર મોદીના આ 4 યોગાસન

yoga
યોગનુ મહત્વ ભારતમાં સદીયોથી રહ્યુ છે અને તેનો નિયમિત અભ્યાસ કરનારા નિરોગ અને બળવાન હોય છે. ભારતે યોગના મહત્વને સંપૂર્ણ વિશ્વ સામે મુક્યુ અને તેની આગેવાની ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી. તેમના જ પ્રયાસથી 21 જૂન ના રોજ વિશ્વ યોગ દિવસ ઉજવવો નક્કી થયો. રોજ યોગ કરવાને કારણે નરેન્દ્ર મોદી આખો દિવસ ઉર્જાવાન રહે છે અને તેમના ચેહરા પર ચિંતાની એક રેખા પણ નથી દેખાતી.  શુ તમે જાણો છો કે મોદી આટલા  એનર્જેટિક  અને સક્રિય કયા કયા યોગાસનનો અભ્યાસ કરીને રહે છે.  આવો જાણીએ એ આસનો વિશે. જેનો અભ્યાસ નરેન્દ્ર મોદી કર છે અને તમારે પણ કરવો જોઈએ.

સુખાસન  - આ યોગ શ્વાસ-પ્રશ્વાસ અને ધ્યાન પર આધારિત છે. તેને કરવાથી ઘૂંટણ 90 ડિગ્રી વળે છે. જેનાથી તેમને દુખાવામાં આરામ મળે છે. આ તણાવને ઓછુ કરીને ચિત્તને એકાગ્ર કરી સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. આ યોગાને કરતીવખતે તમારુ માથુ અને ગરદન સીધુ થવુ જોઈએ. તમારા કરોડરજ્જુના હાડકાને સીધુ કરીને બેસો તેને બિલકુલ ન વાળશો. તમારા બંને પગને ત્રાસા વાળીને બેસો અને બંને હાથને તમારા પગ પર મુકો. તેનાથી તમારુ મેટાબોલિજ્મ ઝડપી થાય છે. પગમાં કોઈ પ્રકારનો દુખાવો કે ઘૂંટણની ગંભીર બીમારીમાં આનો અભ્યાસ ન કરો.


પદ્માસન - પદ્માસનને અંગ્રેજીમાં લોટસ  પોઝ પણ કહે છે. આ આસન પેટને દુરસ્ત અને મગજને એકાગ્રતા વધારવા માટે લાભકારી છે. જમીન પર બેસીને ડાબા પગની એડીને જમણા જાંધ પર એ રીતે મુકે છેકે એડી નાભિની પાસે આવી જાય. ત્યારબાદ જમણા પગને ઉઠાવીને ડાબા પગની જાંધ પર એ રીતે મુકો કે બંને એડિયો નાભિની પાસે પરસ્પર મળી જાય. મેરુદંડ સહિત કમરથી ઉપરના ભાગને પૂર્ણરીતે સીધુ રાખો. ધ્યાન રાખો કે બંને ધૂટણ જમીન પરથી ઉઠવા ન જોઈએ. ત્યારબાદ બંને હાથોની હથેળીઓને ખોળામાં મુકતા સ્થિર રહો. તેને ફરી બદલીને પણ કરવુ જોઈએ.  પછી નજરને નાસાગ્ર ભાગ પર સ્થિર કરીને શાંત બેસી જાવ.

ઉત્તરાસન - આ યોગાસનમાં આપણી પીઠ સ્ટ્રેચ થાય છે. માથુ થોડુ નમેલુ રહે છે અને પેટ ઉઠેલુ રહે છે. તેથી આ આસનની મદદથી પેટ અને પીઠના નીચલા ભાગનું પરિમાર્જન થાય છે. આ આસન આપણા હિપ્સ અને થાઈને મજબૂત બનાવે છે. આ આસન તમારી જાંધ પર વસા ઓછુ કરે છે.  આ તમારા ખભા, પીઠ, જાંધ અને હાથને મજબૂત કરે છે. હિપ્સ ફ્લેક્સોર્સને ખોલે છે. ખોળો ગરદન અને પેટને પણ ટોન અપ કરવામાં સહાયક છે.

વજ્રાસન - આ એકમાત્ર એવુ આસન છે જેને જમ્યા પછી કરવામાં આવે છે. ભોજન કર્યા પછી દસ મિનિટ સુધી વજ્રાસનમાં બેસવાથી ભોજન જલ્દી પછી જાય છે અને કબજિયાત, ગેસ, આફરો વગેરેથી તમને છુટકારો મળે ક હ્હે. જો ઘૂંટણમાં દુ:ખાવો હોય તો વજ્રાસન ન કરવુ જોઈએ.  પેટ અને હાજમાને યોગ્ય રાખવાથી વાળ પણ સ્વસ્થ રહે છે.

વિધિ - બંને ઘૂંટણને સામેથી મેળવો અને પગની એડીયો બહારની તરફ મુકો અને પંજા અંદર તરફ. તમારા બંને હાથ ધૂંટણ પર મુકો.  

યોગસન સ્ત્રી અને પુરૂષોને સંયમી અને આહાર-વિહારમાં મધ્યમ માર્ગનુ અનુકરણ કરનારુ બનાવે છે. મન અને શરીરને સ્થાઈ અને સંપૂર્ણ સ્વાસ્થ્ય મળે છે.