ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. રૂબરૂ
  4. »
  5. કલાકારો સાથે મુલાકાત
Written By વેબ દુનિયા|

દરેક પ્રકારના સંગીતને પ્રેમ કરો - સોનૂ નિગમ

ભીંકા શર્મા

સંગીત અને ગાયકીના રિયાલીટી શો સારેગામા અને ઈંડિયન આઈડલ સાથે જોડાયેલા સોનૂ નિગમ હિન્દી ફિલ્મોના પ્રખ્યાત ગાયક કલાકાર છે. તેમના ઘણા ગીતો સુપરહિટ થયા છે. તાજેતરમાં જ તેમને સંગીતના બે ત્રણ આલ્બમ પ્રસ્તુત કર્યા હતા. તેનાથી તેઓ ખૂબ જ ચર્ચિત છે. આ બધી વાતોને લઈને વેબદુનિયાના ભીંકા શર્માએ તેમની મુલાકાત કરી.

શુ તમે કદી મ્યુઝિકને લઈને કોઈ બુક લખીને સંગીતને આગળ વધારવા અંગે વિચાર્યુ ?
જરૂર, હું આ અંગે ખૂબ જ વિચારુ છુ પણ મને લાગે છે કે આ યોગ્ય સમય નથી. આ સમયે હુ જે કર્મયોગમાંથી પસાર થઈ રહ્યો છુ, હુ આટલુ બેસીને પુસ્તક નહી લખુ. આ માટે ઘણો સમય જોઈએ અને હુ ઘણું બધુ એકસાથે કરી રહ્યો છુ. મારો દોઢ વર્ષનો પુત્ર છે. હાલ હુ એવી કોઈપણ વાતમાં પોતાનો સમય નથી વીતાવી શકતો જે મારા પુત્ર માટેનો સમય છીનવી લે.

વચ્ચે એવુ સાંભળવા મળ્યુ હતુ કે તમે ગીત ગાવાનુ થોડુ ઓછુ કરી દેશો, શુ આ સાચુ છે ?
હુ ઓછુ કર્યુ છે. તમે જોયુ હશે કે બે-અઢી વર્ષમાં મેં મારો મોટાભાગનો સમય અમેરિકામાં વિતાવ્યો, મારો પુત્ર અમેરિકામાં જનમ્યો. મેં વર્લ્ડ વાઈડ ટૂર ઘણા કર્યા છે. હાલ હુ એક વર્ષથી ભારતમાં છુ તેથી તમે રાજ અને રબને બના દી જોડીમાં મારુ ગીત સાંભળ્યુ. હજુ થોડા વધુ ગીતો આવી રહ્યા છે, પણ હુ હાલ હુ થોડું ઓછુ ગાઈ રહ્યો છુ.

હાલ તમે તલતજી સાથે એક આલબમ કર્યો છે, તેના વિશે કંઈક બતાવશો ?
તલતજીની સાથે હાલ મેં એક ગઝલ આલબમ કર્યો છે. જેમા મારી એક જ ગઝલ છે. તલતજી મારા ખૂબ જ પ્રિય ગાયક અને પ્રિય વ્યક્તિ છે. સેલીબ્રિટી કરતા વધુ એક સારા વ્યક્તિ હોવુ જરૂરી છે. તલતજી પણ ખૂબ સારા વ્યક્તિ છે. હું વિચારુ છુ કે જેટલા પણ સારા લોકો છે તેમની સાથે મારે ઉભા રહેવુ જોઈએ. કારણ કે એ એક હકીકત છે કે જે લોકો ખૂબ જ બેનીફિટી હોય છે તેઓ આગળ વધી જાય છે અને સીધા લોકો પાછળ રહી જાય છે. સીધા લોકોનો સાથ તેઓ આપતા નથી. પરંતુ જ્યારે સીધા લોકો દેખય, સારા દેખાય અને અચીવર્સ દેખાય તો તેમની તરફેણમાં રહેવુ જોઈએ.

દેશ અને સંગીતના વિકાસ માટે તમે કોઈ એવુ કામ કરવા માંગો છો, જેમા સમાજનુ ભલુ પણ થઈ જાય અને સંગીતનુ પણ ?
જુઓ, સંગીત માટે તો હું નિરંતર પ્રયત્નશીલ જ રહુ છુ. મે એકવાર સિંગર યૂનિયન બનાવવની યોજના બનાવી હતી, પરંતુ એ બની ન શકી. કારણ કે સિંગર્સમાં પરસ્પર કેટલાક મનમોટાવ હતા. હજુ પણ તમે જુઓ તો ગયા વર્ષે હુ પ્રાઈવેટ આલબમની ક્લાસિકલે માઈલ, રફી રી સરેક્ટેડ અને મહા કનેક્શન આ ત્રણે આલબમ બનાવ્યા. સંગીતમાં હું ઈંડિપેંડેટ મ્યૂઝિકના પક્ષમાં વધુ છુ. જે સ્તર પર હોકી સાઈડ લાઈન છે એ જ રીતે ઈંડિપેંડેટ મ્યુઝિક ભારતની સાઈડ લાઈન છે. ભારતમાં મ્યૂઝિક ફક્ત એક સાઈડ લાઈન ફ્રેટિલિટી છે. મ્યૂઝિક સિનેમાનો ભાગ છે તેથી બોલીવુડના માધ્યમથી પ્રથમ પ્રાથમિકતા એક્ટર અને એક્ટ્રેસને મળે છે. જ્યારે કે બીજા દેશોમાં ગાયક-ગાયિકા, અભિનેતા-અભિનેત્રી અને ખેલાડી બધા બરાબર હોય છે, કોઈ ઓછા કે વધારે મહત્વના નથી હોતા. તેઓ જો બેસબોલ જુએ છે તો શોકર પણ જુએ છે, બાસ્કેટબોલ પણ જુએ છે, એવુ નથી કે ફક્ત ક્રિકેટ જ જુએ છે. ટેબલ ટેનિસ આપણુ છૂટી ગયુ, બેડમિંટન છૂટી ગયુ, કોઈ નથી જાણતુ કે ગોપીચંદ ફુલેરા કોન છે, હોકીમાં આપણા કેપ્ટન કોણ છે. કોઈને કશી ખબર નથી. આ જ રીતે મ્યૂઝિકમાં પણ સાઈડ લાઈન ફ્રેટિલિટી છે.

રિયાલિટી શોમાંથી નીકળતા નવા ગાયક-ગાયિકાને માટે મ્યુઝિક આલબમમાં કેટલી શક્યતા છે અને શુ તમે આ બદલાવને અનુભવો છો ?
જુઓ, ધીરે ધીરે બદલાવ થાય છે. આજના જમાનામાં પ્રાઈવેટ આલબમ નથી ચાલતા. મેં ગયા વર્ષે ત્રણ આલબમ કાઢ્યા, મારા પિતાજીએ પાંચ વર્ષમાં ચોથો આલબમ કાઢ્યો એ ચાલી રહ્યો છે. જો કોઈ વસ્તુને તમે સારી રીતે રજૂ કરો તો તેને સફળતા જરૂર મળે છે. જે માટે મન લગાવીને કામ કરવુ જરૂરી છે. જેમ કે માઁ જો તેના એક જ બાળકને પ્રેમ કરે તો, એવુ નથી ચાલતુ, બધા બાળકોને પ્રેમ કરવો જોઈએ. બધા પ્રકારના સંગીતને પ્રેમ આપવો જોઈએ. પછી ભલે એ ફિલ્મી સંગીત હોય, ગઝલ હોય, ભજન હોય, કવ્વાલી હોય કે સૂફી સંગીત હોય બધા સાથે એક જેવો વ્યવ્હાર કરવાથી જ સંગીત આગળ વધી શકે છે.