શુક્રવાર, 2 જાન્યુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2017
Written By
Last Updated :પુણે , ગુરુવાર, 30 માર્ચ 2017 (15:17 IST)

આઈપીએલ 2017 - મહેન્દ્ર સિંહ ધોનીને કેપ્ટનપદેથી હટાવી સ્ટીવ સ્મિથની પસંદગી

આઈપીએલ 2017.  મહેન્દ્ર સિંહ ધોની. સ્ટીવ સ્મિથ કેપ્ટન પદ.dhoni
મહેન્‍દ્રસિંહ ધોની ને IPL ટીમ રાઈઝીંગ પુણે સુપરજાયન્ટ્સનાં કેપ્ટન પદથી હટાવવામાં આવ્યા છે. સુત્રો મુજબ, ઓસ્ટ્રેલીયાનાં કેપ્ટન સ્ટીવન સ્મિથને નવા કેપ્ટન બનાવવામાં આવ્યા છે.

ધોનીને આ નિર્ણય વિશે ફ્રેન્ચાઈઝ દ્વારા જાણ કરવામાં આવી છે. ધોનીના નેતૃત્વ હેઠળ સુપરજાયન્ટ્સ ટીમ ગયા વર્ષે તેની પહેલી જ સ્પર્ધામાં 14માંથી માત્ર પાંચ મેચ જ જીતી શકી હતી. આ ટીમ વતી ધોનીનો દેખાવ પણ નબળો રહ્યો હતો. એ 12 દાવમાં માત્ર 284 રન જ કરી શક્યો હતો અને માત્ર એક જ હાફ સેન્ચુરી કરી હતી.