બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2017
Written By
Last Modified: રવિવાર, 30 એપ્રિલ 2017 (08:23 IST)

IPL-10- સુપર ઓવરમાં Mumbai ઇન્ડિયન્સે Gujarat Lions ને હરાવ્યું

IPL-10 માં પ્રથમ વખત સુપર ઓવરમાં પહોંચેલી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે ગુજરાત લાયન્સને હરાવ્યું . મેચ ટાઇ થયા બાદ પરિણામ સુપર ઓવર દ્વારા આવ્યુ હતું. જેમાં મુંબઇની ટીમે 11 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત લાયન્સ 6 રન જ બનાવી શક્યુ હતું. ઓલ રાઉન્ડ પ્રદર્શનને કારણે કૃણાલ પંડ્યાને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો
 
- સુપર ઓવરમાં મુંબઇ ઇન્ડિયન્સે 5 બોલમાં 11 રન બનાવ્યા હતા.
 
IPL-10 ગુજરાતે પ્રથમ બેટિંગ કરતાં  9 વિકેટ ગુમાવી 153 રન બનાવ્યા હતા, જવાબમાં મુંબઈ ઇન્ડિયન્સ ટીમ પણ 20 ઓવરમાં 153 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.
 
154 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી મુંબઈ ઇન્ડિયન્સે પાર્થિવ પટેલના 70 રનની મદદથી સારી શરૂઆત કરી હતી પરંતુ પાર્થિવ અને રોહિત આઉટ થયા બાદ મુંબઈની ટીમ દબાણમાં આવી ગઈ હતી. 
 
સુપર ઓવરમાં મુંબઈએ પ્રથમ બેટિંગ કરતાં બે વિકેટ ગુમાવી 11 રન બનાવતાં ગુજરાતને જીત માટે 12 રનનો ટાર્ગેટ મળ્યો હતો.
 
IPL 10 ની આ પ્રથમ સુપર ઓવર હતી જ્યારે આઈપીએલના ઇતિહાસની આ કુલ સાતમી સુપર ઓવર હતી.