બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2017
Written By
Last Modified: બુધવાર, 19 એપ્રિલ 2017 (11:57 IST)

ગેલ-કોહલીનો ધમાકો,રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ 21 રનથી જીતી લીધી

IPL-10ના 20માં મુકાબલામાં રોયલ ચેલન્જર્સ બેંગલુરૂએ ગુજરાત લાયન્સ પહેલા બેટીંગ માટે ઉતરેલી બેંગ્લોરની ટીમને ક્રિસ ગેઈલ (77 ) અને વિરાટ કોહલી (64 ) એ શાનદાર શરૂઆત આપી હતી. મેચમાં કુલ 40  ઓવરમાં કુલ 405  રન બન્યા હતા.ક્રિસ ગેઈલ અને વિરાટ કોહલીની શાનદાર શરૂઆતને કારણે બેંગ્લોરે કરેલો આ સીઝનનો સૌથી મોટો સ્કોર બે વિકેટે 213 રનના જવાબમાં ગુજરાતે 7  વિકેટ ગુમાવીને 192 રન કર્યા હતા. બેંગ્લોરે આ મેચ 21 રનથી જીતી લીધી હતી.
પહેલા બેટીંગ માટે ઉતરેલી બેંગ્લોરની ટીમને ક્રિસ ગેઈલ ૩8 બોલમાં 77 રન બનાવી આઉટ થયો હતો.  ક્રિસ ગેઈલ (77 ) અને વિરાટ કોહલી (64) એ શાનદાર શરૂઆત આપી હતી બંને વચ્ચે પહેલી વિકેટ માટે 12 ઓવરમાં 122 રનની પાર્ટનરશીપ થઈ હતી અને આ આઈપીએલનો રેકોર્ડ છે.