બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2017
Written By
Last Modified: શનિવાર, 8 એપ્રિલ 2017 (13:21 IST)

IPL ઓપનિંગ સેરેમનીમાં ટાઇગર શ્રોફ, ભૂમિ ત્રિવેદીનો જલવો

રાજકોટ શહેરના ખંઢેરી ગ્રાઉન્ડ ખાતે  IPL ની ઓપનિંગ સેરેમની યોજાઇ હતી. જેમાં પ્રારંભમાં ઢોલના તાલે ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. બાદમાં ભૂમિ ત્રિવેદીએ ગુજરાતી અને હિન્દી ગીતો ગાતા મેદાન પર ગરબાની રમઝટ જામી હતી.  સચિન અને જીગરે પણ હિન્દી ગીતોથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. બાદમાં ટાઇગર શ્રોફે માઇકલ જેક્સન સ્ટેપ ઉપર ડાન્સ કરી પ્રેક્ષકોને ડોલાવ્યા હતા.

IPLની ઓપનિંગ સેરેમનીમાં પર્ફોર્મન્સ આપવા, ટાઇગર શ્રોફ ગોલ્ફ કારમાં રજવાડી ઠાઠથી આવ્યો હતો. તેણે ગાડી ઉપરથી જ ફિલ્મી સ્ટાઈલમાં ડાઈવ લગાવી હતી. ટાઈગરે પોતાના એનર્જેટિક ડાન્સ પ્રદર્શન અને માઈકલ જેક્સનના સ્ટેપથી લોકોને નચાવ્યા હતા. આ ઉપરાંત ટાઈગરે પોતાની પહેલી બોલીવુડ ફિલ્મ હિરોપંતીના ગીત ઉપર પણ ડાન્સ કર્યો હતો. આ ઓપનિંગ સેરેમનીમાં ભૂમિ ત્રિવેદીએ હિન્દી ગીતોની સાથે ગુજરાતી ગીતો લલકારતા લોકોએ ચિચિયારીઓ કરી ભૂમિને વધાવી હતી. જેમાં ઉડી ઉડી જાય, નગાડા સંગ ઢોલ બાજેના ગીતો ગાયા હતા. સચિન-જીગરની બેલડીએ પોતાના સમુધર સંગીતના સુર રેલાવ્યા હતા. અને ઉપસ્થિત સૌ કોઈના દિલ જીતી લીધા હતા.