શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2017
Written By
Last Modified: ગુરુવાર, 6 એપ્રિલ 2017 (00:44 IST)

IPL SRHvsRCB : યુવરાજ સિંહના ધમાકેદાર ફિફ્ટી, હૈદારાબાદે બેંગ્લોરને 35 રનથી હરાવ્યુ

આઈપીએલના સીઝન 10  (IPL 2017)ની શરૂઆત થઈ ગઈ છે. ઓપનિંગ સેરેમનીના રંગારંગ સમાપન પછી હવે ટાઈમ બોલ અને બેટથી ધૂમ મચાવવાનો હતો અને ઉદ્દઘાટન મેચમાં યુવરાજ સિંહ (Yuvraj Singh)એ તડાતડ ચોક્કા અને છક્કાનો વરસાદ કરતા કંઈક એવુ જ કર્યુ. તેમને મેન ઓફ ધ મેચ પણ મળ્યો.  હૈદારાબાદે રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાયેલ આ મેચમાં સનરાઈઝર્સ હૈદારાબાદને રોયલ ચેલેજર્સ બેંગ્લોરને 35 રનથી હરાવી દીધુ. બેંગ્લોરની ટીમ 208 રનનો પીછો કરતા 19.4 ઓવરમાં 172 રન પર જ સમેટાઈ ગઈ.  બેંગ્લોર તરફથી કોઈપણ બેટ્સમેન સારુ રમી શક્યો નહી.  પહેલીવાર આઈપીએલ રમી રહેલ અફગાનિસ્તાનના રાશિદ ખાને મનદીપ સિંહ (24 રન 16 બોલ)ને આઉટ કરી આઈપીએલમાં પોતાની પ્રથમ વિકેટ ઝડપી.  પહ્હી હેડને પણ પેવેલિયન  ભેગો કર્યો. દીપક હૂડાએ ખતરનાક ક્રિસ ગેલને 32 રન પર પેવેલિયન ભેગો કર્યો અને ટીમને એક મોટી રાહત અપાવી.  હૈદરાબાદ તરફથી બોલિંગમાં રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર અને આશીષ નેહરાએ બે બે વિકેટ ઝડપી. જ્યારે કે દીપક હૂડા અને વિપુલ શર્માએ એક એક વિકેટ લીધી આગામી મેહમાં રાઈઝિંગ પુણે સુપરજાયંટ્સ છ એપ્રિલના રોજ પુણેમાં મુંબઈ ઈંડિયંસ સામે ટકરાશે. 
 
આ પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 207 રન બનાવ્યા હતા. વોર્નર 14 રન બનાવીને અંકિત ચૌધરીની ઓવરમાં આઉટ થયો હતો.  બેન કટિંગ 16  અને  દિપક હુડ્ડા 16 રને અણનમ રહ્યાં હતા. હૈદરાબાદ તરફથી શિખર ધવને 40, હેનરિક્સે 52 અને યુવીએ આક્રમક 62 રન ફટકારીને બેંગ્લોર સામે રનોનો ઢગલો કરી નાંખ્યો હતો.