બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2017
Written By
Last Modified: મુંબઇઃ , સોમવાર, 17 એપ્રિલ 2017 (07:08 IST)

IPL-10 - મુંબઇ ઇન્ડિયન્સે ગુજરાત લાયન્સને 6 વિકેટે હરાવ્યું

IPL-10ની સીઝનના 16માં મુકાબલામાં મુંબઇ ઇન્ડિયન્સે ગુજરાત લાયન્સને 6 વિકેટે હરાવ્યું હતું. 177 રનના પડકારનો પીછો કરતા મુંબઇ ઇન્ડિયન્સે મેચને જીતી લીધી હતી. મુંબઇ ઇન્ડિયન્સ તરફથી નીતિશ રાણાએ 53 રન તેમજ પોલાર્ડે 39 રનની ઇનિંગ રમી હતી. ગુજરાત લાયન્સ તરફથી બ્રેન્ડન મેક્કુલમે સૌથી વધુ 64 રનની ઇનિંગ રમી હતી.
 
ગુજરાત લાયન્સની ખરાબ શરૂઆત થઇ હતી. સ્મિથ શૂન્ય રને આઉટ થયો હતો.
અગાઉ ટોસ જીતીને મુંબઈએ પ્રથમ ફીલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો હતો. મેચના બીજા જ બોલે મિચેલ મેક્લાઘને ડેન્જરસ ડ્વેન સ્મિથને 0 પર આઉટ કરી મુંબઈને શાનદાર શરૂઆત અપાવી હતી. ત્રીજા ક્રમે બેટિંગમાં આવેલા ગુજરાતના કેપ્ટન સુરેશ રૈનાએ ગુજરાતની ટીમને સ્થિરતા આપવા ધીમી બેટિંગ કરી હતી પરંતુ બીજી બાજુએથી બ્રેન્ડન મેક્કુલમે આક્રામક બેટિંગ કરતા 44 બોલમાં 64 રન ફટકાર્યા હતા. 12મી ઓવરમાં સુરેશ રૈના(28) અને 14મી ઓવરમાં મેક્કુલમ આઉટ થતા ગુજરાત મુશ્કેલીમાં આવી ગયું હતું. જોકે, ત્યારબાદ દિનેશ કાર્તિકે શાનદાર બેટિંગ કરતા 25 બોલમાં અણનમ 48 રન ફટકાર્યા હતા અને ટીમને 20 ઓવર્સના અંતે 176ના સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી.