1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2022
Written By
Last Modified: બુધવાર, 2 માર્ચ 2022 (21:56 IST)

Deepak Chahar Injury: IPL 2022 ની અનેક મેચોમાથી બહાર થયા દીપક ચાહર, ચેન્નઈના 14 કરોડ ગયા પાણીમાં

જે ખેલાડીમાટે ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલની ઓક્શન(IPL 2022) મા 14 કરોડ લગાવી દીધા, જે ખેલાડીને ખરઈદવા માટે ધોનીએ ઓક્શનની પિચ પર મનમુકીને બેટિંગ કરી એ જ ખેલાડી સીઝન શરૂ થતા પહેલા જ ક્લીન બોલ્ડ થઈ ગયો છે.  વાત થઈ રહી છે દીપક ચાહર (Deepak Chahar)ની જેમનુ આઈપીએલની અનેક મેચોમાંથી બહાર રહેવુ લગભગ નક્કી છે.  સૂત્રોના જણાવ્યા મુજબ દીપક ચાહર (Deepak Chahar Injury)ના પગમાં ગંભીર રૂપે ઘવાયા છે અને તેમને ઠીક થવામાં અનેક અઠવાડિયા લાગશે. જેનો મતલબ એ છે કે દીપક ચાહર ચેન્નઈ સુપરકિંગ્સ માટે અનેક મેચોમાં રમી નહી શકે. 
 
દીપક ચાહરનું બહાર થવું ચેન્નઈ સુપર કિંગ્સ માટે મોટો આંચકો છે. જમણા હાથનો આ ખેલાડી માત્ર બોલથી જ નહીં બેટથી પણ પોતાની ચમક ફેલાવતો જોવા મળ્યો છે. છેલ્લી કેટલીક મેચોમાં ચાહરે પણ પોતાના બેટનો પાવર બતાવ્યો છે. આ સિવાય પાવરપ્લેમાં વિકેટ લેવાની કુશળતા તેને ખૂબ જ ખાસ બનાવે છે, જેના કારણે ધોની એન્ડ કંપનીએ તેમને ચેન્નઈ ટીમમાં પરત લાવવા માટે 14 કરોડ રૂપિયાની મોટી કિંમત ચૂકવી હતી.
 
વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં થયા ઘાયલ 
 
દીપક ચહર ગયા મહિને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી20 શ્રેણીમાં ઈજાગ્રસ્ત થયા હતા. ત્રીજી ટી20માં તેના ક્વાડ્રિસેપ સ્નાયુમાં ઈજા થઈ હતી. આ કારણે તે શ્રીલંકા સામેની T20 સિરીઝમાંથી પણ બહાર થઈ ગયો હતો અને હવે તેના માટે 26 માર્ચથી શરૂ થઈ રહેલી IPLની ઘણી મેચોમાં રમવું અશક્ય છે.
 
એનસીએમાં છે દિપક ચાહર 
 
 
ESPN ક્રિકઇન્ફોના રિપોર્ટ અનુસાર, દીપક ચહર હાલમાં બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે. દીપક ચહરની ઈજાની ત્યાં સારવાર ચાલી રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ મેનેજમેન્ટ પણ નેશનલ ક્રિકેટ એકેડમીના અંતિમ રિપોર્ટની રાહ જોઈ રહ્યું છે. જો દીપક ચહર IPLની ઘણી મેચો નહીં રમે તો તેનાથી ચેન્નાઈ સુપર કિંગ્સનું સંતુલન બગડી શકે છે. દીપક ચહર એક ઉત્તમ બોલિંગ ઓલરાઉન્ડર છે અને તેથી જ સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સે તેને ખરીદવા માટે પૂરેપૂરી તાકાત લગાવી દીધી હતી. હવે ચેન્નઈ સુપર કિંગ્સ પાસે શાર્દુલ ઠાકુર પણ નથી, જેઓ પણ દીપક ચહર જેવા  બોલિંગ ઓલરાઉન્ડર હતા. શાર્દુલ હવે દિલ્હીની ટીમનો ભાગ છે. દીપક ચાહરની ભરપાઈ કરવી ખૂબ જ મુશ્કેલ છે કારણ કે આ બોલરે ચેન્નઈ માટે 58 આઈપીએલ મેચોમાં 58 વિકેટ ઝડપી છે, જેમાંથી તેણે પાવરપ્લેમાં 42 વિકેટ ઝડપી છે. તેના પછી ટ્રેન્ટ બોલ્ટે પાવરપ્લેમાં 27 વિકેટ ઝડપી છે. તે સ્પષ્ટ છે કે પાવરપ્લેમાં ચહર જેવો બીજો કોઈ બોલર નથી.