ગુરુવાર, 3 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2022
Written By
Last Modified: રવિવાર, 13 ફેબ્રુઆરી 2022 (00:54 IST)

Shahrukh Khan, IPL 2022 Auction: 6 ફુટ 6 ઈંચ લાંબા બિગ હિટર શાહરૂખ ખાનને મળ્યો યોગ્ય ભાવ, પંજાબ કિંગ્સે ખરીદ્યો

બોલિવૂડના શાહરૂખ ખાનની તો ફક્ત ફિલ્મનું નામ બાઝીગર હતું. પરંતુ તમિલનાડુથી આવનાર ક્રિકેટર શાહરૂખ ખાન(Shahrukh Khan) અસલમાં 'બાઝીગર' છે. તેઓ મેચ પલટે  છે. જીતવાની જીદ કરે છે.  તે ક્યારેક તેના 6 ફૂટ 6 ઈંચની ઊંચાઈનો ફાયદો ઉઠાવે છે તો ક્યારેક પોતાની બિગ હિટિંગ સ્કીલ્સથી વિરોધીઓને લોખંડના ચવાડવાનુ નુ કામ કરે છે.  હવે જેની પાસે આટલા બધા ગુણો હોય તેની યોગ્ય કિમંત તો તેને મળવાની જ હતી જે તેને IPL 2022ના ઓક્શનમાં મળી. 
 
શાહરૂખ ખાનને  ફરીથી પંજાબ કિંગ્સે 9 કરોડ રૂપિયામાં પોતાની સાથે જોડ્યો 
 
ક્રિકેટર શાહરૂખ ખાનનું નામ IPL ટેબલ પર પહેલીવાર ચર્ચાનું કેન્દ્ર બન્યા, જ્યારે પ્રીતિ ઝિન્ટાની પંજાબ ફ્રેન્ચાઇઝીએ ગત સિઝનની હરાજીમાં તેના પર બોલી લગાવી અને 5 કરોડ 25 લાખ રૂપિયાની મોટી કિંમત ચૂકવીને પોતાને જોડી દીધા. જો કે ત્યારબાદ પંજાબે તેને રિટેન કર્યો નહોતો અને શાહરૂખ ખાનને હરાજીમાં ઉતરવુ પડયુ. 
 
મેચ ફિનિશર શાહરૂખ ખાનનું પ્રદર્શન
 
IPL 2021માં રમાયેલી 11 મેચોમાં શાહરૂખ ખાને 134.21ના સ્ટ્રાઈક રેટથી 153 રન બનાવ્યા હતા. તેણે આ 11 મેચમાં 9 ફોર અને 10 સિક્સર ફટકારી હતી. તાજેતરમાં પુરી થયેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ શાહરૂખ ખાનનું પ્રદર્શન અદ્દભુત હતું. તેણે 8 મેચની 6 ઇનિંગ્સમાં 157.81ની સ્ટ્રાઇક રેટથી 101 રન બનાવ્યા. આ ટુર્નામેન્ટની ફાઇનલમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. તમિલનાડુને જીતવા માટે છેલ્લા બોલે 5 રનની જરૂર હતી. કર્ણાટક તરફથી ડાબોડી સીમર પ્રતીક જૈન આ ઓવર ફેંકી રહ્યો હતો. પ્રતીકના છેલ્લા બોલ પર, શાહરૂખ ખાને સ્ક્વેર લેગ બાઉન્ડ્રી તરફ સિક્સ મારીને તમિલનાડુને રેકોર્ડ ત્રીજી વખત સૈયદ મુશ્તાક અલી T20 ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બનાવ્યું. ફાઇનલમાં શાહરૂખ ખાને 15 બોલમાં અણનમ 33 રન બનાવ્યા હતા
 
મિડલ ઓર્ડરમાં રમતા શાહરૂખ ખાનની ભૂમિકા ફિનિશરની રહી છે. અને તેની ક્ષમતાને જોતા પંજાબ કિંગ્સે તેને આ વખતે પણ પોતાની સાથે જોડી રાખ્યો છે.