સોમવાર, 11 ડિસેમ્બર 2023
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2022
Written By
Last Modified: શનિવાર, 12 ફેબ્રુઆરી 2022 (13:31 IST)

Gujarat Titans IPL 2022 Auction: હાર્દિક પંડ્યાની ટીમમાં કોણ આવ્યુ, ગુજરાત ટાઈટંસની પુર્ણ લિસ્ટ જુઓ

IPL 2022 ની હરાજી (IPL 2022 Auction)નો દિવસ આવી ગયો છે. લીગની 15મી સિઝન માટે બેંગ્લોરમાં મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું છે અને ખેલાડીઓએ બોલી લગાવવાનું શરૂ કરી દીધું છે. દરેકની નજર આ વખતે બે નવી ટીમો પર છે, જેમાંથી એક અમદાવાદની ફ્રેન્ચાઇઝી છે - ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans). CVC કેપિટલ્સની માલિકીની આ ફ્રેન્ચાઇઝીએ તેની હરાજીમાં તેના પ્રથમ ખેલાડીને ખરીદ્યા છે.
 
 
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ગયા વર્ષે ઓક્ટોબરમાં બે નવી ટીમોની હરાજી થઈ હતી, જેમાંથી અમદાવાદની ફ્રેન્ચાઈઝીને CVC કેપિટલ્સ દ્વારા લગભગ સાડા પાંચ હજાર કરોડમાં ખરીદી લેવામાં આવી હતી. મોટી હરાજી માટે, બીસીસીઆઈએ પહેલાથી જ અસ્તિત્વમાં છે તે 8 ફ્રેન્ચાઇઝીઓને અગાઉની સિઝનની ટીમમાંથી 4 ખેલાડીઓને જાળવી રાખવાનો વિકલ્પ આપ્યો હતો..નવી ફ્રેન્ચાઇઝીના કિસ્સામાં, બોર્ડે તેમને હરાજી પ્રક્રિયા પહેલા 3-3 ખેલાડીઓને સાઇન કરવાનો વિકલ્પ આપ્યો હતો. જેમાં ગુજરાત ટાઇટન્સે ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સહિત 3 ખેલાડીઓને પણ સાઇન કર્યા છે.