રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2022
Written By
Last Modified: શુક્રવાર, 1 એપ્રિલ 2022 (00:46 IST)

લખનૌને મળી પહેલી જીત - એવિન લુઈસે સીજનની ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારીને LSG ને જીતાડ્યુ, 19મી ઓવરમાં 25 રન બનાવીને મેચ પલટી

બ્રેબોર્ન સ્ટેડિયમમાં ગુરુવારેઆયોજિત IPLની 7મી મેચમાં  લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) એ તેમની પ્રથમ જીત મેળવી હતી. તેણે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના 211 રનના લક્ષ્યને 20મી ઓવરમાં મેળવી લીધું હતું. લખનૌની જીતનો સ્ટાર એવિન લુઈસ હતો, જેણે સિઝનની સૌથી ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકાર્યા હતા અને 55 રન બનાવ્યા હતા. તેમને સાથ આપ્યો યુવા ખેલાડી બદોનીએ, જેણે 9 બોલમાં 19 રન બનાવ્યા હતા.
 
એક સમયે, મેચ લખનૌની પકડમાંથી બહાર થઈ ગઈ હોય તેવું લાગતું હતું, પરંતુ લુઈસ અને બડોનીએ 13 બોલમાં 40 રનની ભાગીદારી કરીને 211ના લક્ષ્યને નાનું બનાવી દીધું હતું. ચેન્નાઈ તરફથી ડ્વેન પ્રિટોરિયસે 2 વિકેટ લીધી હતી. ચેન્નાઈ તરફથી રોબિન ઉથપ્પા (50) અને શિવમ દુબે (49) રન બનાવ્યા હતા.
 
 
ચેન્નઈ વિરુદ્ધ લખનૌ મેચની હાઈલાઈટ્સ...
 
1. લુઈસે સિઝનના સૌથી ઝડપી ફિફ્ટી ફટકાર્યા 
 
લખનૌની જીતમાં લુઈસે મોટી ભૂમિકા ભજવી હતી. વિસ્ફોટક ઇનિંગ રમતા કેરેબિયન ખેલાડીએ 23 બોલમાં અણનમ 55 રન બનાવ્યા હતા. તેણે શિવમ દુબેની બોલ પર સિક્સર ફટકારીને માત્ર 23 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. તે સિઝનની સૌથી ઝડપી ફિફ્ટી હતી. તેણે 19મી ઓવરમાં 25 રન બનાવીને મેચનો પલટો ફેરવી દીધો હતો.
 
2. મલિંગાથી આગળ નીકળ્યા બ્રાવો 
ચેન્નઈ સુપર કિંગ્સનો સ્ટાર ખેલાડી ડ્વેન બ્રાવો IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. બ્રાવોએ દીપક હુડાને આઉટ કરીને આ રેકોર્ડ બનાવ્યો હતો. તેના પહેલા આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર લસિથ મલિંગા (170)ના નામે હતો.
 
3. ડીકોકના શાનદાર ફિફ્ટી
લખનૌના ઓપનર ક્વિન્ટન ડી કોકે 135.56ના સ્ટ્રાઈક રેટથી 61 રન બનાવ્યા હતા. આઈપીએલમાં આ તેની 17મી અડધી સદી હતી. અનુભવી વિકેટકીપરે પોતાની ઇનિંગમાં 9 ચોગ્ગા ફટકાર્યા હતા. ડી કોકને ડ્વેન પ્રિટોરિયસે આઉટ કર્યો હતો અને તેનો કેચ ધોનીએ પકડ્યો હતો.
 
4.ABDથી આગળ નીકળી ગયા MSD
 
ધોની 19મી ઓવરમાં બેટિંગ કરવા આવ્યો હતો અને તેણે સિક્સ મારીને ખાતું ખોલાવ્યું હતું. આ સાથે તે IPLની 19મી ઓવરમાં સૌથી વધુ સિક્સર મારનાર ખેલાડી પણ બની ગયો છે. 19મી ઓવરમાં માહીએ અત્યાર સુધી 36 સિક્સર ફટકારી છે. પૂર્વ RCB સ્ટાર એબી ડી વિલિયર્સે પણ 36 સિક્સર ફટકારી છે. ત્રીજા નંબરે આન્દ્રે રસેલ (26) અને ચોથા નંબર પર કિરોન પોલાર્ડ (24) છે. ધોનીએ મેચમાં 6 બોલમાં અણનમ 16 રન બનાવ્યા હતા. પોતાની ઇનિંગ્સનો 15મો રન બનાવવાની સાથે જ તેણે T20 ફોર્મેટમાં તેના 7,000 રન પણ પૂરા કર્યા. ધોની આ ફોર્મેટમાં 7000 રન બનાવનાર ભારતનો છઠ્ઠો ખેલાડી બન્યો છે. આ પહેલા વિરાટ કોહલી (10326), રોહિત શર્મા (9936), શિખર ધવન (8818), રોબિન ઉથપ્પા (7120)નું નામ આવે છે. તેમજ IPLના ઈતિહાસમાં પ્રથમ વખત ધોનીએ સિક્સર સાથે ખાતું ખોલાવ્યું હતું.
 
5. CSK એ નિર્ણાયક ક્ષણે 2 કેચ છોડ્યા
ચેન્નઈએ પ્રથમ 10 ઓવરમાં લખનૌ તરફથી બે સરળ કેચ છોડ્યા. છઠ્ઠી ઓવરમાં મોઈન અલીએ પહેલો કેચ છોડ્યો હતો. તે સમયે ડી કોક (30) પર બેટિંગ કરી રહ્યો હતો. બીજો કેચ તુષાર દેશપાંડેએ 8મી ઓવરના છેલ્લા બોલ પર કેએલ રાહુલને છોડ્યો હતો. કેએલ તે સમયે 36 રને રમી રહ્યો હતો.
 
6. બિશ્નોઈએ 2 વિકેટ લીધી હતી
રવિ બિશ્નોઈએ મેચમાં શાનદાર બોલિંગ કરતા 24 રનમાં 2 વિકેટ લીધી હતી. તેણે તોફાની બેટિંગ કરી રહેલા રોબિન ઉથપ્પા (50) અને અંબાતી રાયડુ (27)ને બોલ્ડ કર્યા હતા. મેગા ઓક્શન પહેલા બિશ્નોઈને લખનૌએ 4 કરોડમાં સામેલ કર્યો હતો.
 
7. શિવમ દુબે અડધી સદી ચૂકી ગયો
રવિ બિશ્નોઈએ મેચમાં શાનદાર બોલિંગ કરતા 24 રનમાં 2 વિકેટ લીધી હતી. તેણે તોફાની બેટિંગ કરી રહેલા રોબિન ઉથપ્પા (50) અને અંબાતી રાયડુ (27)ને બોલ્ડ કર્યા હતા. મેગા ઓક્શન પહેલા બિશ્નોઈને લખનૌએ 4 કરોડમાં સામેલ કર્યો હતો.
 
8. રોબિન ઉથપ્પાની તોફાની ફિફ્ટી
રોબિન ઉથપ્પાએ તોફાની બેટિંગ કરતાં 25 બોલમાં તેની IPL કારકિર્દીની 26મી ફિફ્ટી પૂરી કરી હતી. જોકે, ફિફ્ટી ફટકાર્યા બાદ તે 27 બોલમાં 50 રન બનાવી બિશ્નોઈના બોલ પર એલબીડબ્લ્યુ આઉટ થયો હતો.
 
9. પાવર પ્લેમાં ચેન્નાઈનું ઉચ્ચ કક્ષાનું પ્રદર્શન
પ્રથમ 6 ઓવરમાં, તોફાની બેટિંગ કરતી વખતે, CSK એ 1 વિકેટના નુકસાન પર 200+ ના સ્ટ્રાઈક રેટથી 73 રન બનાવ્યા. ઉથપ્પા અને મોઈને પાવર પ્લેમાં 10 ફોર અને 3 સિક્સર ફટકારી હતી
9. પાવર પ્લેમાં ચેન્નાઈનું ઉચ્ચ કક્ષાનું પ્રદર્શન