સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2022
Written By
Last Updated : મંગળવાર, 29 માર્ચ 2022 (22:02 IST)

IPL 2022 RR vs SRH Live: હૈદરાબાદને 211 રનનો ટારગેટ, સંજુએ 200ના સ્ટ્રાઈક રેટ સાથે ફિફ્ટી ફટકાર્યા, કાશ્મીરના ઉમરાને 2 વિકેટ લીધી

IPLમાં આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. હૈદરાબાદે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. રાજસ્થાને 210 રન બનાવ્યા હતા. RR તરફથી કેપ્ટન સંજુ સેમસને 55 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેમના સિવાય પડિક્કલ (41) અને હેટમાયર (33)એ પણ સારી બેટિંગ કરી હતી.
 
હૈદરાબાદના બોલરો નો બોલ સામે ઝઝૂમતા જોવા મળ્યા હતા. પ્રથમ 5 ઓવરમાં 4 નો બોલ નાખવામાં આવ્યા હતા, જોસ બટલર પણ એક રને આઉટ થયો હતો. જીવનદાન મળ્યા બાદ બટલરે 35 રનની ઇનિંગ રમી હતી. હૈદરાબાદ માટે સૌથી સફળ બોલર કાશ્મીરનો ઉમરાન મલિક રહ્યો, જેણે 2 વિકેટ લીધી.

ભુવનેશ્વર કુમારે રાજસ્થાન રોયલ્સના ઓપનર જોસ બટલરને પ્રથમ ઓવરના 5માં બોલ પર અબ્દુલ સમદના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ પછી SRHના ખેલાડીઓ ઉજવણીમાં ડૂબી ગયા હતા, પરંતુ ત્યારબાદ અમ્પાયરે નો-બોલ આપીને હૈદરાબાદ કેમ્પમાં ખળભળાટ મચાવી દીધો હતો. બટલરને શૂન્ય પર મોટી લાઈફલાઈન મળી.
 
2. સંજુ અને પડિક્કલની શાનદાર પાર્ટનરશિપ 
 
RRના કેપ્ટન સંજુ સેમસન અને દેવદત્ત પડિક્કલ ત્રીજી વિકેટ માટે 41 બોલમાં 73 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારી ઉમરાન મલિકે પડિક્કલ (41)ને આઉટ કરીને તોડી હતી. આ પછી સેમસન પણ ફિફ્ટી બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
 
3. સંજુની શાનદાર કપ્તાની ઇનિંગ્સ
 
સંજુ સેમસને 27 બોલમાં 55 રન બનાવ્યા અને ભુવનેશ્વર કુમારના હાથે આઉટ થયો. તેનો કેચ અબ્દુલ સમદે લોંગ ઓન પર પકડ્યો હતો. સંજુએ મેદાન પર આવતાની સાથે જ ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ શરૂ કરી દીધો હતો. તેણે તેની સતત 16મી IPL અને કેપ્ટન તરીકે ત્રીજી અડધી સદી પૂરી કરી. જોકે, તે આ ઇનિંગને વધુ લંબાવી શક્યો નહોતો.
 
4. સ્પીડ સ્ટાર ઉમરાન મલિક
 
કાશ્મીર તરફથી યુવા ફાસ્ટ બોલર ઉમરાન મલિકે 39 રનમાં 2 વિકેટ લીધી હતી. મલિકે જોસ બટલર (35) અને દેવદત્ત પડિકલ (41)ને આઉટ કર્યા હતા. ઉમરાને મેચમાં સતત 140+ની ઝડપે બોલ ફેંક્યો. SRH એ મેગા ઓક્શન પહેલા તેને 4 કરોડમાં જાળવી રાખ્યો હતો.