ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2023
Written By
Last Modified: શનિવાર, 27 મે 2023 (10:21 IST)

રોહિતની એક ભૂલને કારણે IPLની ફાઇનલમાં ન પહોંચી શક્યું મુંબઈ, તૂટી ગયો વર્ષો જૂનો રેકોર્ડ

hardik rohit
આઈપીએલ 2023 ની બીજી ક્વોલિફાયર મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 62 રનના મોટા અંતરથી હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈની હાર સાથે તેમની ટીમ આઈપીએલ 2023માંથી બહાર થઈ ગઈ.  મુંબઈ ઈન્ડિયન્સની હાર સાથે તેમની ટીમ દ્વારા બનાવેલો એક મોટો પ્લેઓફ રેકોર્ડ તૂટી ગયો છે. ગુજરાત ટાઇટન્સની ટીમ હવે ફાઇનલમાં છે અને તેમને ચેન્નાઇ સુપર કિંગ્સ સામે તેમની મેચ રમવાની છે. GT vs MI મેચની વાત કરીએ તો, આ મેચમાં રોહિત શર્માની એક મોટી ભૂલને કારણે તેમની ટીમને હારનો સામનો કરવો પડ્યો.
 
રોહિતની એક ભૂલે તોડ્યું ફાઈનલનું સપનું ? 
 
મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સની ટીમ વચ્ચે રમાયેલી બીજી ક્વોલિફાયર મેચમાં રોહિત શર્માની મોટી ભૂલને કારણે તેની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ મેચમાં ગુજરાતે મુંબઈ ઈન્ડિયન્સની ટીમને મોટો ટાર્ગેટ આપ્યો હતો. મુંબઈને મેચના પ્રથમ દાવમાં આંચકો લાગ્યો હતો જ્યારે તેનો ઓપનર ઈશાન કિશન ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાના કારણે ઈશાન મેચની બીજી ઈનિંગમાં બેટિંગ કરવા આવી શક્યો ન હતો. 
આવી સ્થિતિમાં રોહિત શર્માએ આ મેચમાં નિહાલ વાડેરાને ઓપનર તરીકે ઉતાર્યો. વાડેરાએ આ મેચમાં માત્ર 3 બોલમાં માત્ર 4 રન બનાવ્યા હતા. વાડેરા જેવા બેટ્સમેનને ઓપનિંગ કરવું એ રોહિતનો સૌથી ખરાબ નિર્ણય હતો. વડેરા મિડલ ઓર્ડરમાં શાનદાર બેટિંગ કરી રહ્યા હતા. પરંતુ તેમને ઓપનિંગ કરાવવાથી તેમની લય ક્યાંક તૂટી ગઈ. રોહિત શર્મા કેમરન ગ્રીન દ્વારા ઓપનિંગ કરાવી શક્યા હોત, પણ તેમણે એવું કર્યું નહિ. ગ્રીને આ ફોર્મેટમાં ઘણી વખત ઓપનિંગ કરતી વખતે પોતાની રાષ્ટ્રીય ટીમ ઓસ્ટ્રેલિયા માટે મોટી ઇનિંગ્સ રમી છે.
 
વર્ષો જૂનો રેકોર્ડ તૂટ્યો
 
આઈપીએલના બીજા ક્વોલિફાયરની હાર સાથે મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો વર્ષો જૂનો રેકોર્ડ તૂટી ગયો છે. ઉલ્લેખનીય છે કે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ વર્ષ 2017 થી પ્લેઓફમાં એક પણ મેચ હારી નથી. તે વર્ષે મુંબઈ ઈન્ડિયન્સને રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારપછી મુંબઈ ઈન્ડિયન્સે ત્રણ આઈપીએલ ટાઈટલ પણ જીત્યા છે. પરંતુ આ સિઝનમાં તેમનો આ રેકોર્ડ ગુજરાત ટાઇટન્સે તોડી નાખ્યો.