બુધવાર, 9 ઑક્ટોબર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2023
Written By
Last Modified: બુધવાર, 10 મે 2023 (00:49 IST)

MI vs RCB: વાનખેડેમાં સૂર્યાની તોફાની બેટિંગમાં ધોવાઈ ગયુ આરસીબી

surykumar
surykumar
MI vs RCB: IPL 2023ની 54મી મેચમાં આજે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે હતી. આ મેચમાં મુંબઈની ટીમે RCBને 6 વિકેટથી હરાવ્યું છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા RCBની ટીમે 199 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈની ટીમે માત્ર 16.3 ઓવરમાં આ લક્ષ્યનો પીછો કરી લીધો હતો. આ પહેલા મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
 
વાનખેડેમાં સૂર્યાનું તોફાન
200 રનના ટાર્ગેટનો પીછો કરતા ઈશાન કિશન (41)એ મુંબઈને મજબૂત શરૂઆત અપાવી હતી. અને તેને સાથ આપતો રોહિત શર્મા (7) ફરી એકવાર નિષ્ફળ ગયો. પરંતુ આ પછી સૂર્યકુમાર યાદવ અને નેહલ વાઢેરાએ આરસીબીના બોલરોને જોરદાર માર માર્યો હતો. સૂર્યાએ 35 બોલમાં 83 રન ફટકાર્યા હતા. આ દરમિયાન તેણે 7 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. અને નેહલે 34 બોલમાં અણનમ 52 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેણે 3 ફોર અને 4 સિક્સર ફટકારી હતી.
 
આરસીબીએ બનાવ્યા  199 રન 
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા RCBની ટીમે 6 વિકેટ ગુમાવીને 199 રન બનાવ્યા હતા. આ મેચમાં આરસીબીની શરૂઆત સારી નહોતી રહી  અને ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી 1 રન બનાવીને આઉટ થયો હતો. આરસીબીની મુશ્કેલીઓ અહીં જ ખતમ નથી થઈ, આ પછી અનુજ રાવત (6) ત્રીજી ઓવરમાં આઉટ થઈ ગયો. આ પછી કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ (65) અને ગ્લેન મેક્સવેલ (68)એ આરસીબીની ઇનિંગ્સને આગળ ધપાવી હતી. અહીંથી દિનેશ કાર્તિકે 30 રન બનાવી આરસીબીને 200 સુધી પહોંચાડી દીધી.
 
બંને ટીમોનાં પ્લેઈંગ 11 
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), અનુજ રાવત, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમરોર, દિનેશ કાર્તિક (વિકેટકિપર), વાનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, વિજયકુમાર વૈશાક, મોહમ્મદ સિરાજ, જોશ હેઝલવુડ
 
મુંબઈ ઈન્ડિયન્સ: રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકિપર), કેમેરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, ટિમ ડેવિડ, નેહલ વાઢેરા, ક્રિસ જોર્ડન, પીયૂષ ચાવલા, આકાશ માધવાલ, કુમાર કાર્તિકેય, જેસન બેહરનડોર્ફ