શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2023
Written By
Last Modified: કલકત્તા. , મંગળવાર, 9 મે 2023 (13:13 IST)

IPL 2023: મિલિયન ડોલર બેબી કરી રહ્યા છે આરામ, છતા પણ જીતી રહી છે KKRની ટીમ

Million dollar baby is relaxing, but KKR team is winning
shardul thakur lockie ferguson
રિંકુ સિંહ (21 રન, 10 બોલ, 2 ફોર, 1 સિક્સ)ના સુપર ફોર્મની મદદથી કોલકાતા નાઈટ રાઈડર્સે સોમવારે રાત્રે વધુ એક રોમાંચક જીત નોંધાવી હતી. પંજાબ દ્વારા આપવામાં આવેલા 180 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી કોલકાતાની ટીમને છેલ્લી ચાર ઓવરમાં જીતવા માટે 51 રનની જરૂર હતી. પરંતુ ક્રિઝ પર રિંકુ અને ડેશર આન્દ્રે રસેલ (42 રન, 23 બોલ)ની હાજરીએ આ મુશ્કેલ લક્ષ્યને સરળ બનાવી દીધું હતું. બંનેએ આગામી બે ઓવરમાં 25 રન બનાવ્યા, જેના કારણે કેકેઆરને છેલ્લી બે ઓવરમાં 26 રનની જરૂર હતી. 
 
અહી રસેલ પોતાના મસલ પાવર બતાવતા અટેક પર આવ્યા. આ સીજનમાં આઈપીએલની લીલામીમાં સૌથી વધુ પૈસા મેળવનારા સૈમ કુરન પર ત્રણ સિક્સ મારીને મેચને લગભગ ખતમ કરી નાખી. જો કે અર્શદીપ સિંહે અંતિમ છ બોલ પર 6 રન બનાવવામાં પરસેવો લાવી દીધો. અંતિમ બોલ પર કલકત્તાને જીત માટે બે રન જોઈતા હતા અને સ્ટ્રાઈક પર હતા રિંકૂ સિંહ.  રિંકૂના સારા નસીબે પાચ શાનદાર બોલ ફેંકનાર અર્શદીપે અંતિમ બોલ પર ફુલ ટોસ ફેંકી દીધી અને તેમણે સહેલાઈથી ચાર રન બનાવીને ટીમને છ વિકેટથી જીત અપાવી દીધી. 
 
10 કરોડી ઘાતક બોલર ટીમની બહાર, શાર્દુલને પણ ન મળી તક 
જો કે અહી નવાઈ પમાડનારી વાત એ છે કે વર્તમાન સમયમાં દુનિયાના સૌથી ઘાતક બોલરોમાંથી એક લૉકી ફર્ગ્યુસનને કેકેઆરે પ્લેઈંગ ઈલેવનથી બહાર રાખ્યા હતા. 10 કરોડ રૂપિયામા ખરીદાયેલા ફર્ગ્યુસન જેવા ખેલાડી માટે કોઈપણ ટીમમાંથી બહાર રાખવાનો નિર્ણય સહેલો નથી હોતો. બીજી બાજુ મેચમાં એક વધુ હેરાન કરનારી વાત જોવા મળી. એક ઓલરાઉંડરના રૂપમાં ટીમમા સામેલ શાર્દુલ ઠાકુરને એક પણ બોલ ફેંકવાની તક નથી મળી. શાર્દુલ બેટિંગ કરવા ઉતર્યા પણ તેમને એક પણ બોલ રમવા મળી નથી. આમ છતા કેકેઆરે શાનદાર જીત નોંધાવી. 
 
દેશી ફિરકી આગળ પંજાબનો નીકળ્યો દમ 
 
મેચમાં ઈડન ગાર્ડ્સની ધીમી અને સ્પિંનિંગ ટ્રૈક પર કલકત્તા નાઈટરાઈડર્સના સહસ્યમય્હી સ્પિનર વરુણ ચક્રવર્તી (3/26) ની ફિરકી ખૂબ ચાલી, જેને કારણે કલકત્તાએ મેહમાન પંજાબ કિંગ્સને 179/7ના સ્કોર પર રોક્યુ. પંજાબનો સ્કોર ખૂબ ઓછો થતો જો કપ્તાન શિખર ધવન (57)એ દબાવમાં શાનદાર હાફ સેંચુરી ન રમી હોત. વરુણ ઉપરાંત અન્ય સ્પિનર્સે પણ શ્રેષ્ઠ બોલિંગ કરી.  સુનીલ નરેન (0/29), સુયશ શર્મા (1/26)અને કપ્તાન નીતીશ રાણા (1/7)એ પણ ટાઈટ બોલિંગ કરી.  
 
અંતિમ ઓવર્સમાં ઢીલી બોલિંગનો ફાયદો પંજાબે ઉઠાવ્યો. કિગ્સ એ શાહરૂખ ખાન  (21* રન, 8 બોલ)અને હર଑રીત બરાર (17* રન, 9 બોલ)ને કારણે 32 રન બનાવ્યા અને ટીમને પડકારરૂપ સ્કોર સુધી પહોંચાડ્યુ. જવાબમાં કલકત્તા તરફથી કપ્તાન નીતીશ રાણા(51) એ હાફસેંચુરી રમત રમી અને ટીમને જીત અપાવીને પ્લેઓફની પોતાની આશા કાયમ રાખી.  
 
કપ્તાને કપ્તાનને માર્યો 
મેચમાં એક વધુ રોચક વાત જોવામળી. શિખરની ક્રીઝ પર હાજરી નીતીશને પરેશાન કરી રહી હતી. આવામાં નીતીશે પોતે વિપક્ષી કપ્તાનને આઉટ કરવાની જવાબદારી ઉઠાવી.  ક્યારેક  ક્યારેક બોલિંગ કરી લેનારા નિતીશ અટેક પર આવ્યા તો શિખરે તેને ઝડપથી રન બનાવવાની તક સમજી, પણ શિખર પોતાના શૉટમાં એટલી તાકત ન ભરી શક્યા કે બોલ બાઉંડ્રી પર ઉભા વૈભવ અરોડાને પાર કરી શકે.  આ સાથે જ એક કપ્તાને બીજા કપ્તાનનો શિકાર કરી લીધો.