રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2023
Written By
Last Modified: ગુરુવાર, 30 માર્ચ 2023 (18:27 IST)

Photos: IPL 2023 ની ટ્રોફી સાથે જોવા મળ્યા બધા ટીમોના કપ્તાન, ધોની-પંડ્યા વચ્ચે થશે પહેલી ટક્કર

cricket IPL
Gujarat Titans vs Chennai Super Kings: IPL 2023ની ટ્રોફી સાથે તમામ ટીમોના કેપ્ટન જોવા મળ્યા હતા. IPL એ આ ફોટો ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે.
 
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 શરૂ થવા જઈ રહી છે. IPLએ ટ્વિટર પર 2023ની ટ્રોફીનો ફોટો શેર કર્યો છે. IPL ટ્રોફી સાથે તમામ ટીમોના કેપ્ટન પણ જોવા મળી રહ્યા છે. જેમાં ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા અને ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથે જોવા મળી રહ્યા છે.

 
IPL 2023ની પ્રથમ મેચ ચેન્નઈ અને ગુજરાત વચ્ચે રમાશે. ગુજરાતની ટીમ ગત સિઝનની ચેમ્પિયન છે. તેણે હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં શાનદાર પ્રદર્શન કરીને ખિતાબ જીત્યો હતો.

 
હાર્દિક એક ઓલરાઉન્ડર ખેલાડી છે અને તેણે છેલ્લી સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પંડ્યા આ સિઝનમાં પણ શાનદાર પ્રદર્શન કરી શકે છે.
 
ચેન્નઈ ટૂર્નામેન્ટની સૌથી અનુભવી ટીમોમાંથી એક છે. ટીમે મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ઘણી વખત પ્રદર્શન કર્યું છે અને ચેમ્પિયન પણ રહી છે. આ વખતે ચેન્નાઈની ટીમ એક ફેરફાર સાથે મેદાનમાં ઉતરશે.