રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2023
Written By
Last Updated :અમદાવાદ. , સોમવાર, 10 એપ્રિલ 2023 (13:34 IST)

KKR નો નવો સ્ટાર રિંકુ : હુ ખેડૂત પરિવારમાંથી આવ્યો છુ, મારી દરેક સિક્સર મારી માટે સંઘર્ષ કરનારા પરિવારને સમર્પિત

rinku singh
ગુજરાત ટાઈટંસના વિરુદ્ધ અંતિમ પાંચ બોલમાં પાંચ સિક્સર લગાવીને કલકત્તા નાઈટ રાઈડર્સને યાદગાર જીત અપાવનારા રિંકૂ સિહે પોતાના દરેક સિક્સરને તેમને માટે સંઘર્ષ કરનારા પરિવારને સમર્પિત કર્યુ.  રિંકૂ ઉત્તર પ્રદેશના અલીગઢના ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે. તેમના પિતા ઘરોમાં ગેસ સિલેંડરને પહોંચાડવાનુ કામ કરતા હતા. પરિવારને કર્જના બોઝમાંથી બહાર કાઢવા માટે રિંકૂ ઉત્તર પ્રદેશની અંડર 19ની ટીમના ખેલાડીના રૂપમાં મળનારા સ્કોલરશિપને બચાવવા સાથે ઘરમાં નોકરના રૂપમાં પણ કામ કરી ચુક્યા છે. 
 
તેમણે 21 બોલ પર છ સિક્સર અને એક ચોક્કાની મદદથી ગુજરાતના મોઢામાંથી જીતનો કોળિયો છીનવી લીધો. આ 25 વર્ષના ખેલાડીએ અગાઉના સત્રમાં પણ 15 બોલમાં 40 રનની ફાસ્ટ રમત રમી હતી. પણ લખનૌ સુપર જાયંટ્સના વિરુદ્ધ  આ મેચની અંતિમ ઓવરમાં ટીમ જીત માટે જરૂરી 21 રન ન બનાવી શકી. 
 
રિંકૂએ ગુજરાત વિરુદ્ધ યાદગાર રમત રમ્યા બાદ કહ્યુ, મને વિશ્વાસ હતો કે હુ આ કરી શકુ છુ. ગયા વર્ષે હુ લખનૌમાં એવી સ્થિતિમાં હતો. વિશ્વાસ ત્યારે પણ હતો. હુ  વધુ વિચારી નહોતો રહ્યો બસ એક પછી એક શૉટ લગાવતો ગયો. 

તેમણે કહ્યુ - મારા પિતાએ ખૂબ સંઘર્ષ કર્યો, હુ એક ખેડૂતના પરિવારમાંથી આવુ છુ. દરેક બોલ જે મે મેદાનમાંથી બહાર મારી તે એ લોકોને સમર્પિત હતી જેમણે મારે માટે આટલુ બલિદાન આપ્યુ. 

 
કેકેઆરના કપ્તાન નીતિશ રાણાએ કહ્યુ, રિંકૂએ ગયા વર્ષે આવુ જ કઈક કર્યુ હતુ. જો કે અમે તે મેચ જીતી શક્યા નહોતા.  ગુજરાત વિરુદ્ધ જ્યારે બીજી સિક્સર મારી તો અમે વિશ્વાસ કરવો શરૂ કરી દીધો કારણ કે યશ દયાલ સારુ પ્રદર્શન નહોતા કરી રહ્યા. બધો શ્રેય રિંકૂ સિંહને જાય છે.