1. ગુજરાતી સમાચાર
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2024
Written By
Last Modified: ગુરુવાર, 18 એપ્રિલ 2024 (00:14 IST)

GT vs DC: દિલ્હી કેપિટલ્સે અત્યાર સુધીની સૌથી મોટી જીત નોંધાવી, પોઈન્ટ ટેબલમાં પણ મોટી છલાંગ લગાવી.

Delhi Capitals
GT vs DC IPL 2024: ઋષભ પંતની ટીમ માટે ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમો વચ્ચે રમાયેલી મેચ એકદમ ઐતિહાસિક હતી. ઋષભ પંતની કપ્તાનીવાળી દિલ્હી કેપિટલ્સે આ મેચ એકતરફી રીતે જીતી હતી અને પોઈન્ટ ટેબલમાં પણ જોરદાર છલાંગ લગાવી હતી. જ્યારે, ગુજરાત ટાઇટન્સ ટીમ આ મેચમાં સંપૂર્ણ ફ્લોપ રહી હતી. ન તો બેટ્સમેન કંઈ અદ્ભુત કરી શક્યા અને ન તો બોલરોએ પોતાની છાપ છોડી.
 
અમદાવાદમાં દિલ્હીએ ટૉસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ગુજરાત ટાઇટન્સ 17.3 ઓવરમાં 89 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટાઇટન્સે લીગમાં તેમનો સૌથી લોએસ્ટ સ્કોર પોસ્ટ કર્યો. ગત વર્ષની શરૂઆતમાં ટીમ દિલ્હી સામે 125 રન સુધી મર્યાદિત રહી હતી.
 
DC તરફથી મુકેશ કુમારે 3, ઈશાંત શર્મા અને ટ્રિસ્ટન સ્ટબ્સે 2-2 વિકેટ લીધી હતી. અક્ષર પટેલ અને ખલીલ અહેમદને 1-1 વિકેટ મળી હતી, જ્યારે એક બેટર પણ રનઆઉટ થયો હતો. ગુજરાત તરફથી રાશિદ ખાને 31 રન બનાવ્યા, અન્ય કોઈ બેટર 15 રનનો આંકડો પણ પાર કરી શક્યો નહીં. સાઈ સુદર્શને 12 અને રાહુલ તેવટિયાએ 10 રન બનાવ્યા હતા