ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2024
Written By
Last Modified: મંગળવાર, 2 એપ્રિલ 2024 (23:25 IST)

લખનૌ સુપર જાયન્ટ્સે 28 રને જીતી મેચ, RCBના બેટ્સમેન રહ્યા ખરાબ રીતે ફ્લોપ

RCB vs LSG
RCB vs LSG

RCB vs LSG  IPL Cricket Score: IPL 2024 ની 15મી મેચ RCB અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં RCBના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ બેટિંગ કરતા લખનૌની ટીમે RCB ટીમને 182 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં RCBની ટીમ માત્ર 153 રન જ બનાવી શકી હતી. આરસીબીના બેટ્સમેનો ફ્લોપ લાગતા હતા.
 
લખનૌ સુપર જાયન્ટ્સનો 28 રને વિજય થયો હતો
લખનૌ સુપર જાયન્ટ્સે આ મેચ 28 રને જીતી લીધી હતી. 20મી ઓવરમાં નવીન ઉલ હકે સિરાજની વિકેટ લઈને મેચ લખનૌના નામે કરી દીધી હતી.
 
LSG તરફથી મયંક યાદવે 3 વિકેટ લીધી હતી. ક્વિન્ટન ડી કોકે 56 બોલમાં 81 રન બનાવ્યા હતા. નિકોલસ પૂરને 40, માર્કસ સ્ટોઇનિસે 24 અને કેપ્ટન કેએલ રાહુલે 20 રન બનાવ્યા હતા.
 
ટુર્નામેન્ટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની આ ત્રીજી હાર છે. ટીમને અગાઉ ચેન્નઈ અને કોલકાતા સામે પણ હારનો સામનો કરવો પડ્યો હતો. બેંગલુરુની એકમાત્ર જીત પંજાબ સામે આવી હતી. બીજી તરફ લખનઉએ અગાઉ પંજાબને હરાવ્યું હતું, જ્યારે પ્રથમ મેચમાં ટીમ રાજસ્થાન સામે હારી ગઈ હતી.