1. ગુજરાત સમાચાર
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2025
Written By
Last Updated : શુક્રવાર, 28 માર્ચ 2025 (23:45 IST)

CSK vs RCB: :RCB 50 રનથી જીત્યું, સિઝનમાં તેની સતત બીજી મેચ જીતી.

csk vs rcb
csk vs rcb

 
 
CSK vs RCB: ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનની 8મી મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. આ મેચમાં CSK ટીમના કેપ્ટન રૂતુરાજ ગાયકવાડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા RCBની ટીમે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 196 રન બનાવ્યા હતા, જેમાં રજત પાટીદારે 51 રન, ફિલ સોલ્ટે 32 રન, દેવદત્ત પડિકલે 31 રન બનાવ્યા હતા જ્યારે છેડે બેટિંગ કરવા આવેલા ટિમ ડેવિડે 22 રનની અણનમ ઇનિંગ રમી હતી. સીએસકે તરફથી બોલિંગમાં નૂર અહેમદે ત્રણ જ્યારે મથિશા પથિરાનાએ 2 વિકેટ ઝડપી હતી. જ્યારે CSKની ટીમ આ લક્ષ્યનો પીછો કરવા મેદાનમાં ઉતરી ત્યારે તેની શરૂઆત ખૂબ જ ખરાબ રહી જેમાં તેણે 8ના સ્કોર સુધી 2 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી તેના માટે મેચમાં વાપસી કરવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ, ત્યારબાદ તે 20 ઓવરમાં માત્ર 146 રન જ બનાવી શક્યો. આરસીબી તરફથી બોલિંગમાં હેઝલવુડે ત્રણ જ્યારે યશ દયાલ અને લિવિંગસ્ટને 2-2 વિકેટ ઝડપી હતી.
 
 
17 વર્ષ પછી ચેન્નાઈમાં RCB એ CSK ને હરાવ્યું
RCB ટીમે IPL 2025 ની પોતાની બીજી મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. RCB એ આ મેચમાં CSK ને 197 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ તેનો પીછો કરતી વખતે તેઓ ફક્ત 146 રનનો જ સ્કોર કરી શક્યા.
 
- ફિલ સોલ્ટ 32 રન બનાવીને આઉટ
ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પ્રથમ બેટિંગ કરતા, આરસીબીને 45 રનના સ્કોર પર શરૂઆતમાં જ ફટકો પડ્યો, ફિલ સોલ્ટે 32 રન બનાવ્યા બાદ નૂર અહેમદને પોતાની વિકેટ ગુમાવી દીધી. હવે દેવદત્ત પડિકલ મેદાન પર કોહલીને સાથ આપવા માટે બેટિંગ કરવા આવ્યા છે.
- આરસીબીએ ત્રણ ઓવરમાં 32 રન 
ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પ્રથમ બેટિંગ કરતા RCBની ટીમે ત્રણ ઓવરની રમત પૂરી થયા બાદ કોઈપણ નુકશાન વિના 32 રન બનાવી લીધા છે. ફિલ સોલ્ટ 30 અને વિરાટ કોહલી એક રન બનાવીને રમી રહ્યો છે.

08:34 PM, 28th Mar
- વિરાટ કોહલી 31 રન બનાવીને આઉટ થયો હતો
RCB ટીમને ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં ત્રીજો ઝટકો 117ના સ્કોર પર વિરાટ કોહલીના રૂપમાં લાગ્યો હતો જે 30 બોલમાં 31 રનની ઈનિંગ રમીને નૂર અહેમદનો શિકાર બન્યો હતો.

08:26 PM, 28th Mar
- દેવદત્ત પડિકલને અશ્વિને પેવેલિયન ભેગો કર્યો 
ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં 76 રનના સ્કોર પર આરસીબીને દેવદત્ત પડિકલના રૂપમાં બીજો ફટકો પડ્યો, જેણે 14 બોલમાં 27 રન બનાવ્યા બાદ અશ્વિનને પોતાની વિકેટ ગુમાવી દીધી. 8 ઓવર પછી, RCB ટીમે 2 વિકેટના નુકસાન પર 77 રન બનાવી લીધા છે. વિરાટ કોહલી 12 રન બનાવીને રમી રહ્યો છે અને રજત પાટીદાર 1 રન બનાવીને રમી રહ્યો છે.

08:05 PM, 28th Mar
-  6 ઓવરમાં RCB એ  બનાવ્યા 56 રન
CSK સામેની મેચમાં પ્રથમ બેટિંગ કરતા RCB ટીમે 6 ઓવરના અંતે એક વિકેટ ગુમાવીને 56 રન બનાવ્યા છે. દેવદત્ત પડિકલ 9 રન પર બેટિંગ કરી રહ્યા છે જ્યારે વિરાટ કોહલી 11 રન પર બેટિંગ કરી રહ્યા છે.