1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 28 માર્ચ 2025 (19:41 IST)

ભારતનાં હાથે લાગ્યું દેશી બ્રહ્માસ્ત્ર, સેનાને મળશે 156 પ્રચંડ હેલિકોપ્ટર, સરકારે સૌથી મોટા રક્ષા સોદાને આપી મંજુરી

Prachand helicopters
Prachand helicopters
ભારતે 156 મેડ ઇન ઇન્ડિયા LCH પ્રચંદ હેલિકોપ્ટર ખરીદવાના અત્યાર સુધીના સૌથી મોટા સંરક્ષણ સોદાને મંજૂરી આપી છે. આજે યોજાયેલી સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. આ નાણાકીય વર્ષમાં સંરક્ષણ મંત્રાલયે 2.09 લાખ કરોડ રૂપિયાથી વધુના કરારો પર હસ્તાક્ષર કર્યા છે. માહિતી આપતાં, સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) માટે આ અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર હશે. આ હેલિકોપ્ટરનું ઉત્પાદન બેંગલુરુ અને તુમકુર, કર્ણાટક ખાતેના તેમના પ્લાન્ટમાં બનાવવામાં આવશે.
 
ઉલ્લેખનિય છે કે ભારતે પોતાની લશ્કરી શક્તિને વધુ મજબૂત બનાવવા તરફ એક મોટું પગલું ભર્યું છે. હકીકતમાં, આ સોદો આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા અને સેના અને વાયુસેનાની તાકાત વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
 
ઊંચાઈ પર ઉડવા માટે સક્ષમ છે 'પ્રચંડ' 
 
- પ્રચંડ દુનિયાનું  એકમાત્ર એટેક હેલિકોપ્ટર છે જે 16,400 ફૂટ (5,000 મીટર)ની ઊંચાઈએ ઉડી શકે છે.
- પ્રચંડ મુખ્યત્વે સિયાચીન, લદ્દાખ અને અરુણાચલ પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારોમાં તૈનાત માટે તૈયાર કરવામાં આવ્યા છે.
- આ  ઊંચાઈવાળા વિસ્તારોમાં તૈનાત માટે આદર્શ છે. મિસાઇલોથી સજ્જ, હવાથી જમીન અને હવાથી હવામાં હુમલો કરવા સક્ષમ,  દુશ્મનના હવાઈ સુરક્ષાને નષ્ટ કરી શકે છે.
 
- પ્રચંડ  વિવિધ પ્રકારની એયર ટૂ ગ્રાઉન્ડ અને એયર ટુ એયર મિસાઇલો ચલાવવામાં સક્ષમ છે અને દુશ્મનની એયર ડીફેન્સ પ્રણાલીનો નાશ કરી શકે છે.
 
- પ્રચંડ હેલિકોપ્ટરનો સૈન્યમાં સમાવેશ થવાથી ભારતીય વાયુસેનાના એટેક હેલિકોપ્ટર કાફલામાં વૈવિધ્યતા આવશે.
- આ હેલિકોપ્ટર મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત પહેલ હેઠળ બનાવવામાં આવ્યું છે.
 
આત્મનિર્ભર ભારતને મળશે શક્તિ 
ઉલ્લેખનિય છે કે સરકારે 'મેક ઇન ઇન્ડિયા' હેઠળ સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા માટે આ સોદો કર્યો છે. 83 લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) નો સૌથી મોટો ઓર્ડર પહેલાથી જ આપવામાં આવ્યો છે. 97 વધુ LCA ઓર્ડર કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. 307 ATAGS હોવિત્ઝર તોપોની ખરીદીને પણ તાજેતરમાં કેબિનેટની મંજૂરી મળી છે.