શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 28 ઑક્ટોબર 2024 (15:57 IST)

Jammu Akhnoor Sector - સુરક્ષા દળોએ ત્રણેય આતંકીઓને ઠાર કર્યા, સર્ચ ઓપરેશન ચાલુ છે

Kashmir
જમ્મુ કાશ્મીરમાં ફરી એક વખત ભારતીય સેનાની ટુકડી ઉપર હુમલો થયો છે.
 
ભારતીય સેનાએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર લખ્યું, "આતંકવાદીઓએ અસારી અને સુંદરબનીમાં સેનાના કાફલા ઉપર ગોળીબાર કર્યો હતો. અમારા સૈનિકોએ તત્કાળ જવાબ આપ્યો અને હુમલાને નિષ્ફળ કરી દીધો. કોઈ ઘાયલ નથી થયું. આતંકવાદીઓ સામે તપાસ અભિયાન ચાલી રહ્યું છે."
 
ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલ પ્રમાણે, સુરક્ષા અધિકારીઓને ખૌરના ભટ્ટલ વિસ્તારમાં અસન મંદિર પાસે ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓ વિશે માહિતી મળી હતી.
 
અધિકારીઓએ પીટીઆઈને જણાવ્યું કે જ્યારે સેનાની ઍમ્બુલન્સ ત્યાંથી પસાર થઈ રહી હતી, ત્યારે ગામમાં ગોળીબાર સંભળાયો હતો.
 
ઉલ્લેખનીય છે કે ગત ગુરૂવારે કાશ્મીરના ગુલમર્ગ વિસ્તારમાં સેનાના વાહન ઉપર હુમલો થયો હતો, જેમાં બે સૈનિક અને બે હમાલ મૃત્યુ પામ્યા હતા