IPL ને લઈને મોટો નિર્ણય, ટુર્નામેંટ અચોક્કસ મુદત માટે સ્થગિત
ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવ વધતો જઈ રહ્યો છે. આવામાં IPL 2025 ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ઈંડિયન પ્રીમિયર લીગની 18 મી સીજનને અચોક્કસ મુદત માટે સ્થગિત કરવામાં આવી છે. IPL 2025 ની 22 માર્ચથી શરૂઆત થઈ હતી. 7 મે સુધી 57 મુકાબલા રમાયા હતા. 8 મે ના રોજ પંજાબ અનેદિલ્હી વચ્ચે ધર્મશાલામાં મુકાબલો રમાવવાનો હતો. પણ મેચની વચ્ચે જ તેને રોકી દેવામા આવી. ત્યારબાદ મેચ રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી. હવે IPL ને સ્થગિત કરવાનુ એલાન કરવામાં આવ્યુ છે.
જમ્મુ અને પઠાનકોટમાં હવાઈ હુમલાની ચેતાવણી પછી ધર્મશાલામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કૈપિટલ્સની વચ્ચે ગુરૂવારે મેચને વચ્ચે જ રદ્દ કરવામાં આવી જ્યારબાદથી IPL 2025 પર અનિશ્ચિતતાના વાદળો મંડરાય રહ્યા હતા. ગુરૂવારે હવાઈ હુમલાની ચેતાવણી અને જમ્મુમાં વિસ્ફોટ જેવા અવાજના સમાચાર વચ્ચે પંજાબના પઠાનકોટ, અમૃતસર, જાલંઘર, હોશિયારપુર, મોહાલી અને કેન્દ્ર શાસિત પ્રદેશ ચંડીગઢ સહિત અનેક જીલ્લામાં બ્લેકઆઉટ લાગૂ કરવામાં આવ્યુ હતુ.
બીસીસીઆઈના એક અધિકારીએ પીટીઆઈને કહ્યુ કે આ સારુ નથી લાગતુ કે જ્યારે દેશમાં યુદ્ધ ચાલી રહ્યુ છે ત્યારે ક્રિકેટ રમાય રહી છે. તેમણે લીગના સ્થગિત થવાની ચોખવટ કરી. જેનુ સમાપન 25 મે ના રોજ થવાનુ હતુ. ઉલ્લેખનીય છે કે ભારતે 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલ આતંકી હુમલાના 15 દિવસ પછી પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજાવાળા જમ્મુ-કાશ્મીરના આતંકી ઠેકાણાઓ પર મિસાઈલ હુમલા કર્યા જેમા 26 લોકો માર્યા ગયા હતા.