IPL 2025 - વિરાટ કોહલી કેમ ન બન્યા RCB ના કપ્તાન ? આ છે રજત પાટીદારને કમાન સોંપવાના 5 મોટા કારણ
IPL 2025 રોયલ ચૈલેંજર્સ બેંગલુરુએ આઈપીએલ 2025 માટે પોતાના નવા કપ્તાનનુ એલાન કરી દીધુ છે. રજત પાટીદારને ટીમે આ જવાબદારી સોંપી છે આ રેસમાં વિરાટ હોવા છતા નવાઈની વાત છે કે આરસીબી મેનેજમેંટે રજતને કપ્તાન બનાવ્યો. આરસીબીના આ નિર્ણયથી ફેંસ ખૂબ ખુશ છે. પણ તેમની ખુશી ત્યારે વધી જતી જ્યારે વિરાટ ફરી કેપ્ટન બની જતા. જો કે આવુ થયુ નહી. આવો હવે અમે તમને બતાવીએ છીએ કે છેવટે કેમ વિરાટ કોહલી કપ્તાન ન બન્યો અને તેના સ્થાન પર રજત પાટીદારને કપ્તાની સોંપવામાં આવી.
પહેલુ કારણ - રજત પાટીદારના કપ્તાન બનવાનુ સૌથી મોટુ કારણ વિરાટ કોહલી જ છે. ઉલ્લેખનીય છે કે આરસીબીએ તેમની સાથે ચર્ચા કર્યા પછી જ આ નિર્ણય લીધો છે.. વિરાટ પોતે કૈપ્ટેંસી રોલ ભજવવા માંગતા નહોતા અને ત્યારબાદ ટીમના સૌથી શ્રેષ્ઠ બેટ્સમેન રજત પાટીદાર જ હતા. આ જ કારણ છે કે આ ખેલાડીની કપ્તાની સોપવામાં આવી.
બીજુ કારણ - વિરાટ કોહલીના આરસીબીના કેપ્ટન ન બનવાનુ બીજુ કારણ તેમની વય પણ છે. વિરાટ કોહલી 37 વર્ષના થઈ ચુક્યા છે અને દેખીતુ છે કે દરેક ટીમ ઈચ્છે છે કે તેમના કપ્તાન યુવા હો. આ ઉપરાંત મોટી વાત એ છે કે વિરાટ કોહલીની રમત પહેલા જેવી નથી રહી. વિરાટ કપ્તાનીનો બોજ ઉઠાવીને પોતાની રમતને પ્રભાવિત કરવા નહી માંગે.
ત્રીજું કારણ - આરસીબીને ફક્ત આ સિઝન માટે કેપ્ટન પસંદ કરવાનો નહોતો પણ આ ટીમ આગામી 3-4 સીઝન માટે કેપ્ટન નિયુક્ત કરવા માંગતી હતી. તો રજત પાટીદાર આ સ્લોટમાં સંપૂર્ણ રીતે ફીટ બેસે છે. રજત પાટીદાર સિવાય આ રેસમાં બીજો કોઈ ખેલાડી નહોતો.
ચોથું કારણ - રજત પાટીદાર ઘણા સમયથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી રહ્યા છે. તે મધ્યપ્રદેશનો કેપ્ટન પણ છે. T20 ફોર્મેટમાં તેમની કેપ્ટનશીપ શૈલીની ઘણીવાર પ્રશંસા થાય છે. તેને ખૂબ જ આક્રમક કેપ્ટન માનવામાં આવે છે. રજતે 16 ટી20 મેચોમાં કેપ્ટનશીપ કરી છે, જેમાંથી તેમણે 1 2 મેચ જીતી છે. તેમની જીતની ટકાવારી 75 ટકા છે.
પાંચમું કારણ - રજત પાટીદાર એક નીડર બેટ્સમેન છે. કેપ્ટનશીપનું દબાણ તેના પર હાવી થતું નથી. તાજેતરમાં જ તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં આ વાતનો પુરાવો આપ્યો. મધ્યપ્રદેશ માટે, આ ખેલાડીએ 186 ના સ્ટ્રાઇક રેટથી 428 રન બનાવ્યા, જેમાં 5 અડધી સદીનો સમાવેશ થાય છે.