બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 13 ડિસેમ્બર 2024 (13:35 IST)

World Chess Championship 2024 - ડી ગુકેશની પ્રાઈઝ મની ધોનીની IPL 2025ની સેલેરીથી પણ ઘણી વધુ, વર્લ્ડ ચેમ્પિયન બનવા પર મળ્યા આટલા કરોડ રૂપિયા

D Gukesh Prize Money
D Gukesh Prize Money
D Gukesh Prize Money: ભારતમાં એકતરફી જ્યા ક્રિકેટને લઈને સૌથી વધુ ફેંસ વચ્ચે ચર્ચા જોવા મળે છે તો બીજી બાજુ બીજી રમતોમાં પણ કેટલાક એવા નવા પ્લેયર્સ આવી રહ્યા છે જે દેશનુ નામ આખા વર્લ્ડમાં રોશન કરી રહ્યા છે.  ચેસ એક એવી રમત છે જેમા ખૂબ ધૈર્ય બતાવવુ પડે છે.  જેમા આ રમતનુ નામ સાંભળતા જ બધા ભારતીય ફેંસના મનમાં પહેલુ નામ વિશ્વનાથન આનંદનુ આવે છે. પણ હવે એક નવો ભારતીય ચેસ પ્લેયર સામે આવ્યો છે જે કોઈ અન્ય નહી પણ 18 વર્ષનો ડી ગુકેશ છે. જેણે 12 ડિસેમ્બરના રોજ એક એવુ ઐતિહાસિક કાર્ય કર્યુ જેને જોઈને બધા હેરાન રહી ગયા. ડી ગુકેશ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ 2024ની ફાઈનલમાં ચીનના ડિંગ લિરેનને માત આપવાની સાથે આ ખિતાબને જીતનારા સૌથી યુવા ચેસ પ્લેયરનુ પણ બિરૂદ મેળવ્યુ. બીજી બાજુ ગુકેશને જીત મેળવવા પર એક મોટી પ્રાઈઝ મની પણ મળી. 
 
ગુકેશને ચેમ્પિયનશિપ જીતવા પર મળ્યા 11.45 કરોડ રૂપિયા 
વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની ગણતરી રમતની દુનિયાની સૌથી વધુ પ્રાઈઝ મનીવાળી ચેમ્પિયનશિપમાં સામેલ કરવામાં આવે છે.  આ ચેમ્પ્યિનશિપની ફાઈનલમાં પહોચનારા પ્લેયર્સની વચ્ચે 21 કરોડ રૂપિયાની ધનરાશિને વહેચવામાં આવે છે. જેમા આ વખતે ભારતના ડી. ગુકેશને ચેમ્પ્યનશિપ જીતવા પર કુલ 11.45 કરોડ રૂપિયા મળ્યા છે. જો આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ તરફથી રમનારા મહેન્દ્ર સિંહ ધોનીની સેલેરીની  સરખામણીમાં ઘણી વધુ છે.  જેને આગામી સીઝન માટે સીએસકેએ ફક્ત 4 કરોડ રૂપિયામાં રિટેન કર્યા છે. આ ઉપરાંત ચીનના ડિંગ લિરેન જેને હારનો સામનો કરવો પડ્યો તેને 9.75 કરોડ રૂપિયાની પ્રાઈઝ મની મળી છે.  
 
ફાઈનલ માટે દરેક મેચ જીતવા પર પણ મળી પ્રાઈઝ મની 
ચેસના રમતની ઈંટરનેશનલ સંસ્થા ફિડેના નિયમ મુજબ ફાઈનલમાં રમનારા બંને પ્લેયર્સને અહી સુધી પહોચવા દરમિયાન તેમણે જેટલી પણ મેચ જીતી તેની પણ પ્રાઈઝ મની આપવામાં આવે છે. જેમા ડી ગુકેશને જે 11.45 કરોડ રૂપ્યા પ્રાઈઝ મની મળી છે તેમા તેમની ફાઈનલ મુકાબલાથી મળેલી ત્રણેય મેચમાં જીત મળી હતી તેની પણ કુલ   5.07 કરોડ રૂપિયા અને તેમને આ પ્રાઈઝ  કરોડ રૂપિયા અને તેમને આ પ્રાઈઝ મનીમાં ભેગી કરીને આપવામાં આવી છે.